એપશહેર

14 વર્ષની ઉંમર સુધીમાં બાળકો મોકલે છે 65 હજાર ટેક્સ્ટ અને ચેટ મેસેજ

Arjun Parmar | Navbharat Times 12 Nov 2017, 11:49 am
I am Gujarat social media survey points towards horrifying fact of impact of mobile on children
14 વર્ષની ઉંમર સુધીમાં બાળકો મોકલે છે 65 હજાર ટેક્સ્ટ અને ચેટ મેસેજ


સર્વેમાં થયો ખુલાસો

નવી દિલ્હી: સોશિયલ મીડિયાને લઈને થયેલી એક સ્ટડીમાં એવો ખુલાસો થયો છે કે 14 વર્ષની ઉંમર સુધી બાળકો એવરેજ 35 હજાર ટેક્સ્ટ મેસેજ, 30 હજાર વૉટ્સએપર મેસેજ અને 3 અઠવાડિયા જેટલી વીડિયો ચેટ કરી ચૂક્યા હોય છે.

મોડર્ન યંગસ્ટરની લાઈફસ્ટાઈલ

સ્ટડી પ્રમાણે, મૉર્ડર્ન યંગસ્ટર પણ દરરોજ એવરેજ 135 મિનિટ મોબાઈલ સ્ક્રીન સામે જોવામાં વિતાવે છે. તેઓ 14 વર્ષ સુધી લગભગ 6 મહિના બરાબર સમય સુધી પોતાની મોબાઈલની સ્ક્રીનને જોઈને વિતાવે છે.

સોશિયલ મીડિયા પર સમય

આ સ્ટડી અનુસાર 1 હજાર બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમની ઉંમર 14 વર્ષ હતી. આ સ્ટડીમાં તેમના પેરેન્ટ્સનો પણ સર્વે કરવામાં આવ્યો હતો. સ્ટડીમાં એ વાત સામે આવી છે કે યુવાન દરરોજ એક કલાક કરતા પણ વધુ સમય ફેસબુક, સ્નેપચેટ અને ઈંસ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બ્રાઉઝ કરતા રહે છે.

કરે છે આટલા બધા મેસેજ

આ સ્ટડીમાં ખુલાસો થયો છે કે આજકાલ મોકવામાં આવેલા મેસેજનો રિપ્લાય મહત્તમ 15 મિનિટમાં તો આવી જ જશે. એક સ્માર્ટફોન મેકર કંપનીએ સ્ટડીમાં નોંધ્યું છે કે બાળકો એવરેજ 10 વર્ષની ઉંમરમાં પોતાનો પહેલો સ્માર્ટફોન મેળવી લે છે. 14 વર્ષની ઉંમરના 10માંથી 6 બાળકો સવારે ઉઠતા સાથે જ પોતાનો ફોન ચેક કરે છે અને રાત્રે પણ આ જ કામ કરીને સુવા માટે જાય છે. સ્ટડીમાં એ વાત પણ સામે આવી છે કે યુવાનોનું માનવું છે કે એક દિવસ સ્માર્ટફોન વગર રહેવું તેમની માટે ઘણું મુશ્કેલ સાબિત થશે. માત્ર 7 ટકા યુવાનોનું માનવું છે કે આવું કરવાથી કોઈ જ પ્રોબ્લમ નહીં થાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો