એપશહેર

કાજોલ હોય કે કરીના, સેલેબ્સ પોતાના બાળકોને આપે છે સુંદર અને યુનિક નામ

હૃતિક, કરીના, શિલ્પા શેટ્ટી, સની લિયોની, સંજય દત્ત આ તમામ સેલેબ્સે પોતાના બાળકોના અત્યંત હટકે નામ આપ્યા છે, તમને પણ કામ લાગી શકે છે સુંદર નામોની આ યાદી.

I am Gujarat 28 Dec 2021, 12:23 am
દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે પોતાના બાળકને હટકે નામ આપે. બાળકના જન્મ પછી સૌથી પહેલું કામ તેના માટે યુનીક નામ શોધવાનું કરતા હોય છે. માતા-પિતાની ઈચ્છા હોય છે કે પોતાના બાળકને એવું નામ આપે જે ઘણાં ઓછા લોકોએ સાંભળ્યુ હોય, જેનો અર્થ પણ ઘણો સારો હોય. બોલિવૂડ સેલેબ્સની સાથે સાથે તેમના બાળકો પણ ચર્ચામાં રહેતા હોય છે. ઘણીવાર તો તેમને તેમના પેરેન્ટ્સ કરતા વધારે લાઈમલાઈટ મળે છે. જો તમે પણ પોતાના બાળકો માટે હટકે નામ શોધી રહ્યા હોવ તો સેલેબ્સના બાળકોની આ યાદી તમને કામ લાગી શકે છે.
I am Gujarat pablo - 2021-12-28T002317.089



શહરાન અને ઈકરા

સંજય દત્ત અને તેની પત્ની માન્યતા દત્તના બે જોડિયા બાળકો છે. તેમણે પોતાની દીકરીનું નામ ઈકરા રાખ્યું છે અને દીકરાનું નામ શહરાન રાખ્યું છે. ઈકરાનો અર્થ છે, બોલ, અથવા વાંચ. શહરાન નામનો અર્થ છે યોદ્ધા, સાહસી.

વિયાન

શિલ્પા શેટ્ટીના દીકરાનું નામ વિયાન છે. વિયાન નામનો અર્થ છે જીવનથી ભરપૂર અને એનર્જી.

ટ્વિન્કલ ખન્નાએ લગ્નજીવનની તુલના ફુગ્ગા સાથે કરી, 'હવા' ના નીકળી જાય તેના માટે શું કરવું તે જણાવ્યું
ન્યાસા

અજય દેવગણ અને કાજોલની દીકરીનું નામ ન્યાસા છે. ન્યાસા એક ગ્રીક નામ છે જેનો અર્થ થાય છે નવી શરુઆત અથવા લક્ષ્ય.

હરુન

કોંકણા સેન શર્મા અને રણવીર શોરીના દીકરાનું નામ હરુન છે. હરુન નામનો અર્થ છે આશા.

તૈમૂર અને જેહ

સૈફ અલી ખાન અને કરીના કપૂરના મોટા દીકરાનું નામ તૈમૂર છે અને નાના દીકરાનું નામ જેહ છે. પર્શિયામાં તિમુરિડ શાસનની શોધ કરનાર વ્યક્તિનું નામ તૈમૂર હતું. જેહ લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ છે આવવું.

હૃતિક રોશને ઋ અક્ષર પરથી દીકરાને આપ્યા છે સુંદર નામ, આ લિસ્ટમાં તમને પણ મળશે યૂનિક નામ
ઋહાન અને ઋદાન

ઋતિક રોશનના એક દીકરાનું નામ ઋહાન છે અને બીજા દીકરાનું નામ ઋદાન છે. ઋહાન અરબી અને ભારતીય નામનું મિશ્રણ છે. ઋહાન નામનો અર્થ છે જેની પસંદગી ઈશ્વરે કરી હોય. ઋદાન નામનો અર્થ છે, મોટા દિલનો વ્યક્તિ. આ નામ ભારતીય છે.

એશર અને નોહા

સની લિયોની સરોગસીની મદદથી બે જુડવા બાળકોની માતા બની છે. સનીએ પોતાના બાળકોનું નામ એશર અને નોહા રાખ્યું છે. ભારતમાં આ નામ ભાગ્યે જ કોઈ રાખે છે. એશર નામનો અર્થ છે ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી. નોહાનો અર્થ છે શાંતિપૂર્ણ.

Read Next Story