એપશહેર

Canada Work Permit: કેનેડામાં કોર્સ શરૂ થાય તે પહેલાં જોબ કરી શકાય કે નહીં? કેટલા કલાક કામ કરી શકાય?

Work in Canada: ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં ભણવાની (Study in Canada) સાથે સાથે જોબ કરવામાં પણ રસ હોય છે. ભારતથી આવતા સ્ટુડન્ટ્સ માટે કેનેડાએ (Indian Students in Canada) એક ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં એ પણ જણાવાયું છે કે કોર્સ શરૂ થાય તે પહેલાં સ્ટુડન્ટ કેનેડામાં કામ કરી શકે કે નહીં.

Authored byઅજિત ગઢવી | ET Bureau 7 Oct 2022, 2:10 pm
Canada Work Permit: હાયર એજ્યુકેશન માટે કેનેડા જઈ રહેલા મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં ભણવાની (Study in Canada) સાથે સાથે જોબ કરવામાં પણ રસ હોય છે. ભારતથી આવતા સ્ટુડન્ટ્સ માટે કેનેડાએ (Indian Students in Canada) એક ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં એ પણ જણાવાયું છે કે કોર્સ શરૂ થાય તે પહેલાં સ્ટુડન્ટ કેનેડામાં કામ કરી શકે કે નહીં. કેનેડાએ સ્પષ્ટતા કરી છે કે તેમની કોલેજ કે યુનિવર્સિટીમાં કોર્સ શરૂ ન થાય ત્યાં સુધી સ્ટુડન્ટે ક્યાંય બહાર કામ કરવું નહીં. ભારત સ્થિત કેનેડા હાઈ કમિશને ટ્વિટ કરી છે કે, સ્ટડી પરમિટ (Canada Study Permit)થી તમે કેનેડામાં અભ્યાસ કરી શકો છો, પરંતુ તમે તમારો કોર્સ ચાલુ થાય ત્યાર પછી જ કામ કરી શકશો, પહેલેથી નહીં.
I am Gujarat canada education
કેનેડામાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને કામ કરવામાં પણ રસ હોય છે.

ઓક્ટોબરમાં 15-20 ટકા કમાણી કરવી હોય તો બજાજ ફાઈનાન્સ સહિત 5 સ્ટોક્સ પર નજર રાખો
ટ્વિટમાં એમ પણ જણાવાયું છે કે જે વિદ્યાર્થીઓ પાનખર કે શિયાળામાં શરૂ થતી ટર્મમાં આવવાના છે તેમણે એ દર્શાવવાનું રહેશે કે તેમના DLIએ તેમને મોડા આવવાની છૂટ આપી છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ તરીકે તમે ત્યારે જ કામ કરી શકશો જ્યારે તમારી સ્ટડી પરમિટમાં આ વાતની છૂટ આપવામાં આવી હોય.

આ 3 સ્થિતિમાં તમે વર્ક પરમિટ વગર પણ સ્કૂલ કેમ્પસ પર કામ કરી શકશો.
1- તમે ફૂલ ટાઈમ પોસ્ટ સેકન્ડરી સ્ટુડન્ટ હોવ
2- તમારી પાસે વેલિડ સ્ટુડન્ટ પરમિટ હોય.
3- તમારી પાસે સોશિયલ ઈન્શ્યોરન્સ નંબર હોય
બ્લૂચિપ કંપની ITCનો શેર આ વર્ષે 54 ટકા વધી ગયો, હવે રોકાણ કરતા પહેલાં આટલું સમજી લો
આ ચાર સ્થિતિમાં તમારે કેમ્પસ પર કામ કરવાનું બંધ કરવાનું રહેશે
1- જે દિવસે તમારો ફૂલ ટાઈમ કોર્સ પૂરો થાય તે દિવસથી. સિવાય કે તમે ફાઈનલ સેમેસ્ટરમાં હોવ અને બીજી બધી જરૂરિયાતોનું પાલન થતું હોય.
2- તમારી સ્ટડી પરમિટ ખતમ થઈ રહી હોય.
3- તમે તમારા અભ્યાસમાંથી ઓથોરાઈઝ્ડ લીવ પર હોવ
4- તમે શાળા બદલવાના હોવ અને હાલમાં ભણતા ન હોવ.
તમે અભ્યાસ ફરીથી શરૂ કરો અને બાકીની બધી જરૂરિયાતોનું પાલન કરતા હશો ત્યારે તમે ફરીથી કામ પણ શરૂ કરી શકશો.
મુકેશ અંબાણી સિંગાપોરમાં ફેમિલી ઓફિસ શરૂ કરશેઃ રિલાયન્સમાં મોટા ફેરફારની તૈયારી
નીચેની સ્થિતિમાં તમે વર્ક પરમિટ વગર પણ કેમ્પસ પર કામ કરી શકશો.
  • તમે DLI ખાતે ફૂલ ટાઈમ સ્ટુડન્ટ હોવ
  • તમે પોસ્ટ સેકન્ડરી એકેડેમિક, વોકેશનલ, પ્રોફેશનલ તાલીમમાં જોડાયેલા હોવ અથવા સેકન્ડરી લેવલ વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સામેલ હોવ (માત્ર ક્યુબેક માટે)
  • તમારો સ્ટડી પ્રોગ્રામ ઓછામાં ઓછા 6 મહિના લાંબો હોય અને જેમાં ડિગ્રી, ડિપ્લોમા અથવા સર્ટિફિકિટ મળવાનું હોય
  • તમે અભ્યાસ શરૂ કરી દીધો હોય
  • તમારી પાસે સોશિયલ ઈન્શ્યોરન્સ નંબર હોય
કેટલા કલાક કામ કરી શકો?
તમે કેમ્પસ પર કામ કરવાની જરૂરિયાતોનું પાલન કરતા હોવ તો તમે ઈચ્છા પડે તેટલા કલાક કામ કરી શકો છો.
Electronics Mart India IPO: ઈશ્યૂ આજે બંધ થાય છે, ગ્રે માર્કેટનું પ્રીમિયમ જાણો
ઓફ કેમ્પસ કામ કરી શકાય?
તમે દર અઠવાડિયે 20 કલાક કામ કરી શકો. તમે આ કલાકો પૂરા કરવા માટે એકથી વધારે જોબ પણ કરી શકો. શિડ્યુલ્ડ બ્રેક દરમિયાન તમે ફૂલ ટાઈમ નોકરી કરી શકો. શિયાળા અને ઉનાળાના વેકેશનમાં આ સગવડ મળે છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story