એપશહેર

લંડનમાં રહેતા મૂળ ગુજરાતી સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર જીતેન્દ્ર રાઠોડનું કોરોનાથી નિધન

Tejas Jinger | I am Gujarat 7 Apr 2020, 12:39 pm
અમદાવાદઃ દુનિયામાં કોરોના વાયરસના કારણે ભયંકર ભયનો માહોલ સર્જાયો છે તેની વચ્ચે ડૉક્ટર અને નર્સ ખડેપગે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. આજ રીતે મૂળ ગુજરાતના અને લંડનમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા તેમનું નિધન થયું છે. એકદમ સરળ અને શાંત સ્વભાવના ડૉક્ટર જિતેન્દ્રને લોકો જીતુ તરીકે પણ ઓળખતા હતા અને હોસ્પિટલે તેમના નિધન બાદ શોકની લાગણી વ્યક્ત કરી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: મીડિયા રિપોર્ટ્સ મુજબ લાંબા સમયમાં લંડનમાં સ્થાઈ થયેલા નવસારીના ડોક્ટર જીતેન્દ્ર રાઠોડનું લંડનમાં દુઃખદ અવસાન થયું છે. આ ખબરથી દેશ અને વિદેશના ડૉક્ટરોને મોટો ફટકો પડ્યો છે. પરિવાર સહિત તેમની સાથે સંકળાયેલા લોકોને મોટો ઝાટકો લાગ્યો છે. સુરતઃ મહિલા તબીબ સાથે ગેરવર્તન કરનાર પાડોશીની ધરપકડ વર્ષોથી લંડનમાં રહેતા 58 વર્ષના જીતેન્દ્ર રાઠોળ મૂળ નવસારીના હતા પરંતુ વર્ષોથી તેઓ લંડનમાં રહેતા હતા અને અહીં હોસ્પિટલમાં હૃદયના સર્જન તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પાછલા કેટલાક સમયથી કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની પણ સારવાર કરતા હતા.ડેઈલી મેલના રિપોર્ટ મુજબ દર્દીઓની સારવાર દરમિયાન તેઓ પોતે પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું છે. તેઓ 1990થી કાર્ડિયો-થોરાસિસ સર્જન તરીકે હોસ્પિટલ ઓફ વેલ્સમાં ફરજ બજાવતા હતા. હોસ્પિટલે તેમના નિધન અંગે પુષ્ટી કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો