એપશહેર

દેશની બહાર રહેતા NRGની પ્રોપર્ટીના વેચાણમાં થતી ગોલમાલને રોકવા નવા નિયમો બનાવાયા

વિદેશમાં રહેતા ગુજરાતીઓ પ્રોપર્ટીના વેચાણ વખતે દસ્તાવેજ કરવાના થાય ત્યારે રુબરુ હાજર ના રહી શકતા હોવાથી પોતાના કોઈ સંબંધી કે વિશ્વાસપાત્ર વ્યક્તિને પાવર ઓફ એટર્ની બનાવી દેતા હોય છે. જોકે, ઘણીવાર આ રીતે વેચાતી પ્રોપર્ટીમાં પાછળથી કેટલીક વિવાદિત બાબતો સામે આવતી હોય છે તો ઘણીવાર NRI સાથે પણ ઠગાઈ થતી હોય છે.

Authored byJignesh Parmar | Edited byનવરંગ સેન | I am Gujarat 11 Jan 2023, 3:21 pm

હાઈલાઈટ્સ:

  • પ્રોપર્ટીના સેલ ડીડના રજિસ્ટ્રેશન વખતે NRIએ હયાતીનું ડિક્લેેરેશન મોકલવાનું રહેશે
  • 50 રુપિયાના સ્ટેમ્પ પેપર પર સીલબંધ કવરમાં રજિસ્ટ્રાર ઓફિસમાં ડિક્લેરેશન જમા કરાવાનું રહેશે
  • જો ડીલમાં વેચનાર તરફથી કોઈ કાંડ થાય તો તેની જવાબદારી પણ તેના NRI માલિકની રહેશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat nri property
વિદેશમાં રહેતા ગુજરાતીઓ મોટાભાગે પાવર ઓફ એટર્ની દ્વારા પોતાની પ્રોપર્ટીનો સોદો કરતા હોય છે
અમદાવાદ: વિદેશમાં રહેતા ગુજરાતીઓની પ્રોપર્ટીને બારોબાર વેચી મારવાના બનાવો પર રોક લગાવવા સરકારે પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ ના થાય તે માટે કેટલાક નિયંત્રણો મૂક્યા છે. ઘણીવાર NRIની પ્રોપર્ટીનો સોદો થયા બાદ તે પ્રોપર્ટી વિવાદમાં હોવાનું બહાર આવતું હતું, તેમજ બીજા પણ કાયદાકીય પ્રશ્નો ઉભા થતા હતા. નવા નિયમ અનુસાર, રાજ્યની કે દેશની બહાર રહેતા NRIએ પ્રોપર્ટીના વેચાણ વખતે પોતે જીવીત છે તેવું ડિક્લેરેશન મોકલી આપવાનું રહેશે. આ સિવાય NRIની પ્રોપર્ટીના વેચાણમાં બીજા પણ કેટલાક ફેરફાર થયા છે. મહેસૂલ વિભાગ દ્વારા હાલમાં જ પાવર ઓફ એટર્નીના આધારે NRIની મિલકત વેચવાની પ્રક્રિયા અંગે બે મહત્વપૂર્ણ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યા છે.
ભારતીયો સહિતના વિદેશીઓને સિટીઝનશીપ આપવામાં અમેરિકાએ 2022માં નવો રેકોર્ડ બનાવ્યો
સીલબંધ કવરમાં ડિક્લેરેશન મોકલવાનું રહેશે

NRI દ્વારા જે વ્યક્તિને પોતાની પ્રોપર્ટીના પાવર ઓફ એટર્ની અપાયા છે તે વ્યક્તિ લોહીનો સંબંધ ધરાવતો કે પછી કોઈ થર્ડ પાર્ટી હોઈ શકે છે. જોકે, પ્રોપર્ટીના વેચાણ વખતે NRI માલિકે પોતાની હયાતીનું નોટરાઈઝ્ડ ડિક્લેરેશન સીલબંધ કવરમાં મોકલવાનું રહેશે, જે સબ-રજિસ્ટ્રાર સમક્ષ જ ખોલવામાં આવશે. રેવન્યૂ ડિપાર્ટમેન્ટ દ્વારા એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે NRIએ પોતાનું ડિક્લેરેશન સેલ ડીડની અરજી જે તારીખે કરવામાં આવી હોય તેના એક મહિનાની અંદર જ ફાઈલ કરવાનું રહેશે. આ ડિક્લેરેશનને સબ-રજિસ્ટ્રારની ઓફિસમાં ફરજિયાતપણે રજિસ્ટર્ડ કરાવવાનું રહેશે.

સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જતાં ભારતીય સ્ટૂડન્ટ્સ સાવધાન! PR સ્ટેટસ મેળવવાનું નથી જરાય આસાન
અગાઉનો નિયમ શું હતો?

અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ એવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જેમાં NRIની પ્રોપર્ટી પાવર ઓફ એટર્ની મારફતે ખરીદ્યા બાદ તેમાં વિવાદ થયા હોય. આ પ્રકારના મોટાભાગના કેસમાં પ્રોપર્ટીનું વેચાણ થયા બાદ અન્ય લોકો પણ તેમાં પોતાનો હિસ્સો હોવાના દાવા કરતા હોય છે. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ જેનુ દિવાન દ્વારા 9 જાન્યુઆરી અને 10 જાન્યુઆરીના રોજ આ મામલે બે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યા હતા. અગાઉ એવો નિયમ હતો કે પ્રોપર્ટીના NRI માલિક હયાત છે તેવું ડિક્લેરેશન તેમના પાવર ઓફ એટર્નીએ જ ફાઈલ કરવાનું રહેતું હતું.
11 વર્ષમાં 16 લાખ ભારતીયો વિદેશી બની ગયા, કયા દેશોમાં સેટલ થવાનો છે લોકોમાં ક્રેઝ?
પ્રોપર્ટીના વેચાણમાં ઠગાઈ થાય તો માલિક જવાબદાર રહેશે


નવા નિયમ અનુસાર, હવે પાવર ઓફ એટર્ની ધરાવતી વ્યક્તિએ નહીં, પરંતુ પ્રોપર્ટીના NRI માલિકને જ પોતે હયાત છે તેવું ડિક્લેરેશન સરકાર સમક્ષ જમા કરાવવું પડશે. આ ડિક્લેરેશન સેલ ડીડ ફાઈલ થયાના બીજા દિવસની તારીખનું રહેશે. આ સિવાય 50 રુપિયાના સ્ટેમ્પ પર કરવાના થતાં આ ડિક્લેરેશનમાં એમ પણ દર્શાવવાનું રહેશે કે તેમણે પોતાના પાવર ઓફ એટર્નીમાં કોઈ ફેરફાર નથી કર્યો તેમજ જે પ્રોપર્ટીનું વેચાણ થઈ રહ્યું છે તેના પર દેશની કોઈપણ કોર્ટમાં કોઈ કેસ પડતર નથી. આ ઉપરાંત, જો પ્રોપર્ટીના સોદામાં વેચનારા તરફથી કોઈ ઠગાઈ થયાનું બહાર આવશે તો તેની જવાબદારી તેના NRI માલિકની રહેશે તેવું પણ તેમણે લખી આપવું પડશે.

Read Next Story