આ વર્ષે પણ ખાન પરિવારમાં થયું ગણપતિ સ્થાપન, સલમાનની બહેનોએ બાપ્પાનું સ્વાગત કર્યું

I am Gujarat 22 Aug 2020, 3:33 pm
  • ખાન પરિવારમાં આવ્યા ગણપતિ

    કોરોના વાયરસ મહામારીના કારણે આપણા સૌના જીવનમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. પહેલા જે ધામધૂમથી ઉત્સવો ઉજવતા હતા તેવી રીતે હવે નથી ઉજવી શકાતા. જો કે, ગણેશોત્સવ દરમિયાન બાપ્પાને ઘરે લાવવાનો ઉત્સાહ આ મહામારીમાં પણ જળવાઈ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ ઉલ્લાસ અને ઉમંગથી પોતાના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે.

  • ગણપતિની પધરામણી

  • ગણેશજીની પ્રતિમા સાથે અર્પિતા

    સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા અને અલ્વીરા ખાન અગ્નિહોત્રીએ દર વર્ષેની જેમ આ વર્ષે પણ બાપ્પાનું ઉલ્લાસભેર સ્વાગત કર્યું છે. ગણેશજીની પ્રતિમાને ઘરે લાવતી વખતે તેઓ પાપારાઝીને કેમેરામાં કેદ થયા હતા.

  • બાપ્પા આવ્યા

    સામે આવેલી તસવીરોમાં અલ્વીરા અને અર્પિતા ગણપતિજીની બે પ્રતિમા ઘરમાં લઈ જતા જોવા મળે છે. એક પ્રતિમા નાનકડી છે જ્યારે બીજી મોટી છે. આ બંને મૂર્તિઓને ઢાંકીને લાવવામાં આવી હતી. બાપ્પાની સ્થાપના પછી જ તેમના ચહેરા પરનું આવરણ હટાવાશે. જો કે, એમ કહીએ તો કંઈ જ ખોટું નથી કે કપડામાં ઢંકાયેલી હોવા છતાં આ પ્રતિમાઓમાંથી સકારાત્મક અને શાંતિનો સંચાર થતો હતો.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • ફૂલોની સુંદર સજાવટ સાથે બાપ્પાની સ્થાપના

  • બે પ્રતિમાની સ્થાપના

    મહામારીની સ્થિતિને જોતાં સૌ કોઈએ ચોકસાઈ રાખી હતી. ઈન્ફેક્શનથી બચવા માટે માસ્કથી ચહેરા ઢાંકેલા હતા. સોહેલ ખાનના ઘરે આ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે ખાન પરિવાર આ જ રીતે ઉલ્લાસથી બાપ્પાની સ્થાપના કરે છે અને પછી તેમને વાજતેગાજતે વિદાય આપે છે. સલમાન ખાન પણ શ્રદ્ધાથી બાપ્પાની પૂજા કરે છે. જો કે, લોકડાઉન પહેલા સલમાન ખાન પનવેલ સ્થિત ફાર્મહાઉસ પર હતો એવામાં ગણપતિ પૂજા વખતે પરિવાર પાસે આવી જાય તો નવાઈ નહીં.

  • ગણપતિ લઈને જતી અર્પિતા

  • સલમાનની બહેન અલ્વીરા

  • ઘરે ગણપતિની સ્થાપના થતાં હેલન આવ્યા દર્શન કરવા

  • હેલન

  • સોહેલ ખાન