એરપોર્ટ પર જોવા મળ્યો 'પટિયાલા બેબ્સ' ફેમ અશનૂર કૌરનો સ્ટાઈલિશ લૂક

I am Gujarat 24 Jul 2020, 11:13 am
  • Ashnoor Kaur

  • અશનૂર કૌરનો એરપોર્ટ લૂક

    એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સનો એરપોર્ટ લૂક પણ ગજબનો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મહામારીના કારણે મોટાભાગના સેલેબ્સ ટ્રાવેલ કરવાનું ટાળી રહ્યા છે અને જે પણ સેલેબ્સ ટ્રાવેલ કરી રહ્યા છીએ તેઓ PPE કિટમાં જોવા મળે છે. જો કે, ટીવી એક્ટ્રેસ અશનૂર કૌરે PPE કિટ પહેરીને પણ સ્ટાઈલિશ લૂક અપનાવ્યો હતો.

  • સેફ્ટી સાથે મિક્સ કરી સ્ટાઈલ

    અશનૂર કૌર પોતાના કામને લઈને ચંડીગઢ ગઈ છે અને તેણે એરપોર્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે PPE કિટમાં જોવા મળી રહી છે. તસવીરોમાં અશનૂર પિંક ગ્લવ્ઝ, નીયોન સ્નીકર્સ, વાયબ્રન્ટ પર્પલ વેસ્ટ પાઉચ, પીચ કલરના બેગ પેક અને પ્રિન્ટેડ માસ્કમાં જોવા મળી. આ તસવીરો શેર કરીને તેણે લખ્યું છે કે, 'આ દિવસોમાં તમારો એરપોર્ટ લૂક આવો જ હોઈ શકે. કામથી જઈ રહી છું અને ન્યૂ નોર્મલ અપનાવી રહી છું'.

  • ફ્રેન્ડે કર્યા વખાણ

    એક્ટ્રેસની સારી ફ્રેન્ડ જન્નત ઝુબૈરે તેના લૂકને સારો ગણાવ્યો છે તો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં તેના ભાઈનો રોલ પ્લે કરનાર રોહન મહેરાએ નવા પ્રોજેક્ટ માટે તેને શુભેચ્છા પાઠવી છે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • સોશિયલ મીડિયા પર છે સેંકડો ફોલોઅર્સ

    અશનૂર પટિયાલા બેબ્સનો પણ ભાગ રહી ચૂકી છે, જે લોકડાઉન દરમિયાન ઓફએર થઈ ગયો હતો. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના ફોલોઅર્સ પણ ઘણા વધારે છે. આ અંગે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં તેણે અગાઉ કહ્યું હતું કે, 'મને ખબર છે કે સોશિયલ મીડિયા પર મારા ઘણા ફોલોઅર્સ છે. તેથી તેના પર યોગ્ય વસ્તુ પોસ્ટ કરવી તે મારી જવાબદારી છે. ડિજિટલ જમાનામાં લોકો સરળતાથી જ તમારાથી પ્રભાવિત થઈ જાય છે. તેથી તેના પર કંઈ પણ શેર કરતાં પહેલા મારે ખરેખર સાવચેતી રાખવી પડે છે'