બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે (11 ઓક્ટોબર) 78મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મહાનાયકના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ સવારથી જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિતાભ બચ્ચનના ફેન્સ તેમના બંગલા 'જલસા'ની બહાર એકઠા થયા છે. કેટલાક ફેન્સ બુકે લઈને આવ્યા છે તો કેટલાક પ્લેકાર્ડ લઈને આવ્યા છે. જેમાં અમિતાભ બચ્ચનની વિવિધ તસવીરો છે. તો અમિતાભ બચ્ચના અમુક ફેન્સે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બિગ બીના જૂહુ સ્થિત બંગલાની આસપાસના વિસ્તારમાં સેનિટાઈઝર અને માસ્ક વહેંચ્યા હતા. બર્થ ડેના દિવસે બિગ બી પણ ઘરની બહાર લટાર મારતા પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. અમિતાભ બચ્ચને ગઈકાલે મોડી રાત્રે જ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને પ્રેમ અને ગિફ્ટ માટે આભાર માન્યો હતો.