બાળકોનો સૌથી પ્રિય શો 'સોનપરી'એ ટીવીની દુનિયામાં ખૂબ ધમાલ મચાવી હતી. શોમાં સોનપરીની ભૂમિકા પ્રખ્યાત અભિનેત્રી મૃણાલ કુલકર્ણીએ ભજવી હતી. જોકે, હવે મૃણાલ કુલકર્ણી સ્ક્રીન પર ભાગ્યે જ જોવા મળે છે. મૃણાલ કુલકર્ણી છેલ્લે વેબસીરીઝ 'જીત કી જીદ'માં જોવા મળી હતી. અમિત સાધે આ શ્રેણીમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે.
(તમામ ફોટોઃ insta/mrinalmrinal2)
મૃણાલ કુલકર્ણી તેના સમયની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાં રહી છે. જોકે હવે તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે, પરંતુ તેની સુંદરતા યથાવત્ છે.
મૃણાલ કુલકર્ણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. મૃણાલ કુલકર્ણી હાલ 50 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 21 જૂન 1971 ના રોજ પૂણેમાં થયો હતો. તેમણે માત્ર 16 વર્ષની ઉંમરે અભિનય ક્ષેત્રે પગ મૂક્યો હતો.