Pics: 12 વર્ષ સુધી ડેટ કર્યા પછી એકબીજાના થયા પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ

I am Gujarat 11 Jul 2022, 10:18 pm

બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ પોતાના બૉયફ્રેન્ડ સંગ્રામ સિંહ સાથે લગ્ન કરી લીધા છે. તેઓ છેલ્લાં 12 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમણે ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં લગ્ન કર્યા છે. આગ્રાના જેપી પેલેસમાં સાત ફેરા લઈને પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે જીવનની નવી સફરની શરૂઆત કરી છે. લગ્ન પહેલા પાયલ રોહતગી અને સંગ્રામ સિંહે માતા પાર્વતી અને મહાદેવ મંદિરમાં આશીર્વાદ લીધા. 37 વર્ષીય એક્ટ્રેસ પાયલ રોહતગીની જાણીતી ફિલ્મો પ્લાન, રક્ત, 36 ચાઈના ટાઉન, ઢોલ, દિલ કબડ્ડી વગેરે છે. આ સિવાય તે બિગ બોસ 2, લૉક અપ્પ જેવા ટીવી શૉમાં પણ જોવા મળી છે.

  • એકબીજાના થયા પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ

    બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ (Payal Rohatgi and Sangram Singh)એ તારીખ 9 જુલાઈના દિવસે ઉત્તરપ્રદેશના આગ્રામાં લગ્ન કર્યા છે. તેઓ બંને છેલ્લાં 12 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

  • 12 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા

    પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્નમાં તેઓના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્નના ફોટોગ્રાફ્સ વાયરલ થઈ રહ્યા છે.

  • દુલ્હનના શણગારમાં ખૂબ સુંદર દેખાઈ પાયલ રોહતગી

    લગ્નમાં ટ્રેડિશનલ લાલ રંગના લહેંગામાં એક્ટ્રેસ પાયલ રોહતગી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેમજ તે નો મેકઅપ લૂકમાં જોવા મળી હતી.

  • શેરવાનીમાં ખૂબ સ્માર્ટ દેખાયો સંગ્રામ સિંહ

    બંધગળાની શેરવાનીમાં પાયલ રોહતગીનો પતિ સંગ્રામ સિંહ ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યો હતો. તેણે શેરવાનીની મેચિંગ પાઘડી પહેરી હતી.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • લગ્નમાં ખૂબ જ સુંદર દેખાઈ એક્ટ્રેસ પાયલ રોહતગી

    લગ્નના મંડપમાં જ્યારે પાયલ રોહતગીએ એન્ટ્રી કરી ત્યારે તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. સાથે તેનો ભાઈ અને અન્ય ફેમિલી મેમ્બર્સ જોવા મળ્યા હતા.

  • ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી એક્ટ્રેસ પાયલ રોહતગી

    જ્યારે સંગ્રામ સિંહે પાયલ રોહતગીને મંગળસૂત્ર પહેરાવ્યું તે પળને કેમેરામાં કેદ કરવામાં આવી છે.

  • લગ્નવિધિ દરમિયાન ખૂબ ખુશ જોવા મળી પાયલ રોહતગી

    સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી વેડિંગ સેરેમનીને એન્જોય કરતા જોવા મળ્યા હતા. તેઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

  • એક્ટ્રેસનો પરિવાર પણ ખૂબ જ ખુશ દેખાયો

    પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના લગ્નમાં તેમનો પરિવાર પણ ખૂબ જ ખુશ દેખાયો હતો. તેઓ પણ આ ખુશીની પળની ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસ પાયલ રોહતગીએ જણાવ્યું હતું કે હું હનીમૂન માટે કાશ્મીર જવા માગુ છું. હું કાશ્મીર જોવા માગુ છું. આશા રાખું છું કે હનીમૂન પણ કાશ્મીરમાં માણીશ.