આ પાંચ એપ્સની મદદથી સરળતાથી શીખી અને બોલી શકશો અંગ્રેજી

I am Gujarat 24 May 2020, 1:43 pm
  • અંગ્રીજ શીખવા માટે મદદરૂપ એપ્લિકેશન

    જો અંગ્રેજી શીખવા માગતા હો અને ટૂંક સમયમાં અંગ્રેજીમાં વ્યવહાર કરવો હોય તો કોચિંગ ક્લાસ કે કોઈ પાઠશાળામાં જવાની જરૂર નથી. હવે કેટલીક મોબાઈલ એપ્લિકેશનની મદદથી સરળતાથી અંગ્રજી શીખીને વ્યવહારમાં લઈ શકાય છે. આ માટે વધારે નાણા નાંખવાની પણ જરૂર નથી. કેટલીક એપ્લિકેશન સમજવામાં અને વ્યવહાર કરવામાં મદદ કરશે. જોઈએ આવી એપ્લિકેશનનું લીસ્ટ

  • ડ્યુઓલિંગો એપ્સ

    નવી ભાષા શીખવા માટે આ એપ્લિકેશન સૌથી બેસ્ટ છે. જે શરૂઆતમાં જે તે ભાષાની સંપૂર્ણ માહિતી આપે છે. આ એપ્લિકેશનની મદદથી સરળતાથી અંગ્રેજી શીખી શકાય છે. આ એપ્લિકેશન પ્લે સ્ટોર અને આઈઓએસ એમ બંને પ્લેટફોર્મ પર મળી રહે છે. જ્યાંથી ફ્રી તેને ડાઉનલોડ કરીને એક્સેસ કરી શકાય છે. સૌથી સરળ એપ્લિકેશનમાં ડ્યુઓલિંગો એપ્સનું નામ પ્રથમ ક્રમે આવે છે.

  • મેમરાઈઝ

    મેમરાઈઝ એપ્લિકેશનની મદદથી સરળતાથી અંગ્રેજી શીખી શકાય છે. આ એપ્લિકેશન ક્રિએટિવ રીતે કામ કરે છે. જે મલ્ટિમીડિયાની મદદથી યુઝર્સને અંગ્રેજી શીખવાડે છે. આ ઉપરાંત શબ્દભંડોળ વધારવા માટે પણ આ એપ્લિકેશન મદદ કરે છે. ઓનલાઈન જ નહીં પણ ઓફલાઈન મોડ ઉપર પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આઈઓએસ અને પ્લે સ્ટોર એમ બંને પ્લેટફોર્મ પર તે મદદ કરે છે.

  • બુસુ

    બુસુ એપ્લિકેશન પણ અંગ્રેજી શીખવા માટે મદદ કરે છે. આ એપ્લિકેશન સીઈએફઆર લેગ્વેંજ ફ્રેમવર્ક પર કામ કરે છે. જેમાં શરૂઆતથી લઈને એડવાન્સ લેવલ સુધી શબ્દભંડોળ, લેસન ડાયલોગ અને રાઈટિંગ પ્રેક્ટિસ તથા ટેસ્ક્સની સુવિધાઓ છે. પ્લે સ્ટોર અને આઈઓએસ એમ બંનેમાં આ પ્રાપ્ય છે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • ક્યુલેન્ગો

    ક્યુલેન્ગો એક ભાષા આધારિત એપ્લિકેશન છે. જે ભાષા શીખવા માટે મદદ કરે છે. આ એપ્લિકેશનમાં યુઝર્સ સ્ક્રેચ, રિવિઝન ટુલ તથા અન્ય કેટલાક ટાસ્કની મદદથી સરળતાથી અંગ્રેજી શીખી શકે છે. માત્ર અંગ્રેજી જ નહીં પણ દુનિયાની બીજી પણ કેટલીક ભાષાઓ આ એપ્લિકેશનની મદદથી શીખી શકાય છે.

  • ઈમ્પ્રુવ ઈગ્લીંશ વર્ડ ગેમ

    આ એપ્લિકેશનની મદદથી અંગ્રેજી સુધારવા માટેની એપ્લિકેશન છે. જે યુઝર્સને નવા શબ્દો, કોન્સેપ્ટ અને ફ્રેઝ તથા પ્રેક્ટિસ કરવામાં મદદ કરે છે. આ એપ્લિકેશન એવા લોકો માટે છે જેને થોડું ઘણું અંગ્રેજી આવડે છે અને તેઓ શ્રેષ્ઠ કરવા માગે છે.