Oppo અને Vivoના ફોન વેચવામાં દુકાનદારોને કોઈ રસ નથી રહ્યો?

Edited byનવરંગ સેન | I am Gujarat 27 May 2020, 4:40 am
  • વેચાણને પડી શકે છે ફટકો

    વૃતાંકર મુખરજી, કોલકાતા: ચાઈનીઝ મોબાઈલ કંપનીઓનો ભારતમાં દબદબો વધી રહ્યો છે. જોકે, આ કંપનીઓએ લીધેલા એક નિર્ણયથી તેમના વેચાણને ફટકો પડી શકે છે. ઓપ્પો અને વિવો જેવી મોબાઇલ માર્કેટમાં 17 ટકા બજાર હિસ્સો ધરાવતી ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ ઓપ્પો અને વિવોએ ટ્રેડ માર્જિનમાં 40 ટકાનો ઘટાડો કરી દેતાં હવે રિટેલર્સને તેમના ફોન વેચવામાં ખાસ રસ નથી રહ્યો. આગળ વાંચો, કંપનીઓને કેમ આ પગલું લેવું પડ્યું

  • ફોન વેચવામાં હવે રસ નથી

    સંગીતા મોબાઇલ, બિગ C, લોટ મોબાઇલ, પૂર્વિકા, મોબિલિટી વર્લ્ડ અને હોટસ્પોટ જેવી રેટિલ કંપનીઓએ બંને ચાઈનીઝ બ્રાન્ડ્સ વેચવાનું બંધ કરી દીધું છે અથવા તેના પર ઓછું ધ્યાન આપે છે એમ ઉદ્યોગના ત્રણ સીનિયર એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું. આ તમામ રિટેલ ચેઈન્સ ભારતભરમાં 1,300 જેટલા આઉટલેટ્સનું સંયુક્ત સ્ટોર નેટવર્ક ધરાવે છે.

  • હજારો આઉટલેટ્સ બંધ

    બંને ચાઈનીઝ બ્રાન્ડ્સે 10-10 હજાર જેટલાં સેલ્સ આઉટલેટ્સ પણ ગુમાવ્યા છે, જેમાં ઘણા નાના સ્ટોર્સ પણ સામેલ છે. પ્રત્યેક બ્રાન્ડના ડિસ્ટ્રબ્યુશન નેટવર્ક હેઠળ 70,000 જેટલાં આઉટલેટ્સ હતાં અને તેમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે એમ એક્ઝિક્યુટિવ્સે ઉમેર્યું હતું.

  • આટલું માર્જિન ઘટાડાયું

    ઓપ્પો અને વિવો પહેલાં આ રિટેલ ચેઈન્સને 23-25 ટકાનું કુલ માર્જિન આપતી હતી જ્યારે સ્ટેન્ડઅલોન સ્ટોર્સને 15-16 ટકા માર્જિન મળતું હતું પરંતુ હવે તે ઘટાડીને અનુક્રમે 14-15 ટકા અને 5-6 ટકા થઈ ગયું છે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • આમણે તો વેચાણ જ બંધ કરી દીધું

    સંગીતા મોબાઇલના MD સુભાષ ચંદ્રાએ કહ્યું હતું કે, તેમની કંપનીએ તમિલનાડુમાં માર્જિનની સમસ્યાને કારણે ઓપ્પો અને વિવોનું વેચાણ બંધ કરી દીધું છે. બંને બ્રાન્ડ્સ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ માર્જિન આપે છે, જેથી મલ્ટિ-સ્ટેટ રિટેલર્સને મુશ્કેલી પડે છેએમ ચંદ્રાએ જણાવ્યું હતું. અન્ય એક અગ્રણી રિટેલ ચેઈનના CEOએ જણાવ્યું હતું કે, તેમની કંપની હવે ઓપ્પો અને વિવોના ફોન નહીં વેચે.

  • આ કારણે માર્જિન ઘટાડાયું

    બીજી એક રિટેલરના CEOએ જણાવ્યું હતું કે, બંને બ્રાન્ડ્સને ભારતમાં તેમના માર્જિન ઘટાડવાની ફરજ પડી હતી, કારણ તે તેમને નફો રળવા માટે ઉપરથી ભારે દબાણ હતું. ચીનમાં બંને કંપનીએ અમુક કદ હાંસલ કર્યા પછી જંગી રોકાણ ઘટાડી દીધું હતું અને તેઓ ભારતમાં પણ આવી જ સ્ટ્રેટેજી અપનાવી રહી છે. પરંતુ ભારતનું માર્કેટ અલગ છે અને હવે તેમનો બજારહિસ્સો ઘટવા લાગ્યો છેએમ આ CEOએ જણાવ્યું હતું.

  • વિવોએ 111 કરોડની ખોટ કરી

    વિવો ઇન્ડિયાએ 2016-17માં ₹111.66 કરોડની ખોટ કરી હતી એમ તેણે નિયમનકારી ફાઇલિંગ્સમાં જણાવ્યું હતું જ્યારે ઓપ્પો ઇન્ડિયાની આવી વિગતો ઉપલબ્ધ નથી. વિવોનું વેચાણ છ ગણું વધીને ₹6,173 કરોડ નોંધાયું હતું જ્યારે ઓપ્પો ઇન્ડિયાએ ₹7,974 કરોડનું વેચાણ કર્યું હતું.

  • કંપનીએ સ્વીકાર્યું

    ઓપ્પો ઇન્ડિયાના પ્રવક્તાએ માર્જિનમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનું અને આઉટલેટ્સની સંખ્યા ઘટી હોવાનું સ્વીકાર્યું હતું. જોકે, તેના માટે તેમણે GSTને જવાબદાર ગણાવ્યો હતો. વિવો ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, તેમના રિટેલ નેટવર્કમાં ઘટાડો થયો નથી અને કંપની ચાલુ વર્ષે વધારે આઉટલેટ્સનો ઉમેરો કરવાની યોજના ધરાવે છે.