WhatsApp પર ડિલીટ કરેલા મેસેજ આ રીતે વાંચી શકો છો તમે

Edited byHitesh Mori | I am Gujarat 22 Jan 2020, 7:21 am
  • મોકલેલા મેસેજ પાછા લઈ શકાય છે

    વોટ્સએપ હાલમાં જ એક એવું ફીચર લોન્ચ કર્યું કે જેમાં મોકલેલા મેસેજ પાછા લઈ શકાય છે. આ મેસેજમાં ઓપ્શન આપવામાં આવે છે જેમાં સેન્ડર અને રિસીવર બંને તરફથી મેસેજ ડિલીટ થઈ શકે છે. પરંતુ એક રીત છે જેનાથી ડિલીટ થયેલા મેસેજ પણ જોઈ શકાય છે. જેને તમે બેકડોર અથવા વોટ્સએપની ખામી કહી શકો છો.

  • ડિલીટ મેસેજ વાંચી શકાય છે

    સ્પેનની એન્ડ્રોઈડ બ્લોગ એન્ડ્રોઈડ જેફેના મતે સોફ્ટવેયર દ્વારા ડિલીટ કરેલા વોટસ્એપના મેસેજ કલાકો સુધી વાંચી શકાય છે. આ રિપોર્ટમાં કહ્યું છે કે ‘અમે જાણ્યું છે કે મેસેજ એન્ડ્રોઈડ સિસ્ટમના નોટિફકેશન રજિસ્ટરમાં સ્ટોર રહે છે. એટલા માટે ડિલીટ થયેલા મેસેજ પણ તમે વાંચી શકો છો.’

  • આ સ્ટેપ ફોલો કરો

    બ્લોગમાં કહેવામાં આવ્યું છે કે નોટિફિકેશન હિસ્ટ્રી નામની એક થર્ડ પાર્ટી એપ છે જે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેની મદદથી નોટિફિકેશન હિસ્ટ્રી સેટિંગ્સથી વોટ્સએપ નોટિફકેશન રિકવર કરી મેસેજ વાંચી શકાય છે.

  • મેસેજના પહેલા 100 કેરેક્ટર વાંચી શકાશે

    આ એપ ઈન્સ્ટોલ કર્યા બાદ મોબાઈલ પર આવતા નોટિફિકેશન સાથે એક એડવાન્સ ઓપ્શન મળશે. અહીં ટેપ કરી તમે નોટિફિકેશનના કોન્ટેટને વાંચી શકો છો. જો મોકલનારા વોટ્સએપ મેસેજ ડિલીટ કરી દીધો હશે તો પણ તમે તે મેસેજ વાંચી શકો છો. જો તમે ફોન એક વખત રિસ્ટાર્ટ કરી દીધો તો તમે વોટ્સએપમાં ડિલીટ કરેલા મેસેજ નહીં વાંચી શકો. આ એપમાં તમે મેસેજના પહેલા 100 કેરક્ટર બાદના મેસેજને રિકવર કરી શકાતો નથી .

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ