આટલું કરશો તો સેક્સ લાઈફને વર્ષો સુધી એન્જોય કરી શકશો

Edited byTejas Jinger | I am Gujarat 20 Jan 2020, 9:35 am
  • રિલય લાઈફ કપલ માટે હેપ્પી સેક્સ લાઈફની ટિપ્સ

    લગ્નને 4 કે તેથી વધુ વર્ષ થયા પછી સેક્સ લાઈફ એકદમ ડલ પડી જાય છે અથવા તો તેમાં પહેલા જેવો ચાર્મ નથી રહેતો. એઠલું જ નહીં સેક્સ અંગે કોઈ સમય પણ નક્કી નથી રહેતો. આવું થાય ત્યારે શું કરશો? અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. રિયલ લાઈફ કપલ કે જેઓ આજે પણ સેક્સ માટે પેશનેટ છે તેમને આ ટિપ્સ ઉપયોગી થશે.

  • પાર્ટનર પ્રત્યે પ્રેમ દર્શાવો

    કપલ્સ દ્વારા સેક્સ પોઝિશન અને સેક્સ ટોય્ઝનો ઉપયોગ કરીને સેક્સ લાઈફને એક્સાઈટમેન્ટવાળી બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે, પણ આ બધાની વચ્ચે તમારા બન્નેનો પ્રેમ મજબૂત બને તે પણ જરુરી છે. પાર્ટનરને પ્રેમ આપશો તો તમને સેક્સ દરમિયાન તેનું રિઝલ્ટ જોવા મળશે. લાઈફ બોરિંગ થઈ ગઈ છે તેવો અહેસાસ થાય ત્યારે દિવસ દરમિયાન પાર્ટનરને એક મસ્ત મેસેજ કરો. માત્ર બેડરુમમાં જ નહીં બેડરુમની બહાર પણ તમને પાર્ટનર પ્રત્યે કેટલો પ્રેમ છે તેનો અહેસાસ કરાવો.

  • સેક્સ અંગે વાત કરો

    તમારા સેક્સ અંગેના કેટલાક ડર્ટી ડ્રીમ હોય તે પાર્ટનર સાથે શેર કરો. પાર્ટનરને જણાવો કે તમને કઈ પોઝિશન વધુ એન્જોયમેન્ટ આપે છે. પાર્ટનરની પ્રશંસા કરો અને તેને કેવું લાગ્યું તે જાણવાનો સામાન્ય પ્રયાસ પણ કરો. આ નાના-નાના પગલા તમારી સેક્સ લાઈફને હોટ બનાવે છે.

  • તેને ઓર્ગેઝમ સુધી લઈ જાવ

    મોટાભાગના પુરુષો માટે ઓર્ગેઝમ મોટી વાત નથી હોતી, પણ રિસર્ચના આંકડા કહે છે કે, સેક્સ દરમિયાન માત્ર 66% સ્ત્રીઓ જ ઓર્ગેઝમ સુધી પહોંચી શકે છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કારણ કે સેક્સમાં તેને ત્યારે જ મજા આવશે જ્યારે તે ઓર્ગેઝમ સુધી પહોંચી શકશે. અને તેની ખુશીથી તમને તમારી ખુશી આપોઆપ મળી જશે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • સેક્સમાં વિવિધતા

    જો તમે એકજ વ્યક્તિ સાથે એકજ રુમમાં સેક્સ કરતા હોવ, તો તે બીબાઢાળ (સ્ટીરિયોટાઇપ) જેવું થઈ જાય છે. નવી જગ્યાઓ શોધો અને નવી પોઝિશન્સ પણ ટ્રાય કરો. જેથી રોજ એકની-એક સ્થિતિથી ઉબ ન આવી જાય.

  • ખાસ સ્ટેજ તૈયાર કરો

    તમને દાળ-ભાગ ગમે તેટલા ભાવતા હોય પણ રોજ પિરસવામાં આવે તો? સેક્સ લાઈફમાં પણ એવું છે થોડી નવીનતા જરુરી છે. તમારા રોજના રુમને પણ કંઈક આકર્ષક રીતે શણગાર કરશો તો નવો ચાર્મ આવશે. આ માટે તમે રુમની લાઈટ, મ્યુઝિક વગેરેમાં ફેરફાર કરી શકો છો. તેનું રિઝલ્ટ ઘણું સારું મળશે. (Picture Courtesy: Shutterstock Images)