જીવન 'જીવવા' માટે છોડી નોકરી, ચલાવે છે ઓટોરિક્શા

I am Gujarat 1 Feb 2020, 2:08 pm
  • હું દરરોજ એકધાર્યું કંટાળાજનક કાર્ય કરતો હતો

    એક એવી વિશિષ્ટ કહાણી ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ નામના ફેસબુક પેજ પર શેર કરવામાં આવી છે કે જે થકી લોકોને જીવન ‘જીવવા’ માટેની હિંમત મળી રહી છે. હ્યુમન્સ ઓફ બોમ્બે લખે છે કે ગત વર્ષે મારી પાસે કાયદાની એક ડેસ્ક જોબ હતી, હું દરરોજ એકધાર્યું કંટાળાજનક કાર્ય કરતો હતો. અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

  • નહીં ગમતા કામ માટે સમય બગાડતો હતો

  • ઘરે જઉં ત્યારે બાળકો સૂઈ ગયેલા જોવા મળતા હતા

    મને રજા મળી રહી નહોતી, જેના કારણે હું જ્યારે ઘરે પહોંચતો હતો ત્યારે બાળકો સૂઈ ગયેલા જોવા મળતા હતા. ધીરે-ધીરે મને એ વાતનો અનુભવ થવા લાગ્યો કે હું ‘જીવી’ રહ્યો નથી, પણ મારા જીવનનો મહત્ત્વનો સમય ગુમાવી રહ્યો છું, જે કામ કરવું પસંદ નથી તે કરીને મારો સમય બગાડી રહ્યો છું.

  • હવે હું ખુશ છું

    આવો વિચાર આવ્યા બાદ મેં નોકરી છોડી અને હવે હું ઓટોરિક્શા ચલાવું છું, હું મારી મરજી મુજબના કલાકો પ્રમાણે નોકરી કરું છું. હવે હું મારા બાળકોને મોટા થતા પણ જોઈ રહ્યો છું, વર્ષો બાદ હું ખુશ છું. હવે સોશિયલ મીડિયા પર તેમના વખાણ કરી રહ્યા છે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ