હૃતિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ (Saba Azad) બોલિવુડના નવા લવબર્ડ્સ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હૃતિક અને સબાએ ક્યારેય પોતાના સંબંધ અંગે વાત નથી કરી પરંતુ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ રિલેશનશિપ અંગેની ચાડી ખાય છે.
"કાશ, હું આના માટે ત્યાં હોત. ધમાલ મચાવી દે...તું કમાલની મહિલા છે." સબાએ હૃતિકની સ્ટોરી પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરતાં લખ્યું, "હું પણ ઈચ્છું છું કે કાશ તું અહીં હોત મારા ક્યૂટ." મતલબ કે, સબા હૃતિકને પ્રેમથી ક્યૂટ કહીને બોલાવે છે.
હવે લાગી રહ્યું છે કે, હૃતિકનાં મમ્મી પિંકી રોશનને પણ સબા ખૂબ ગમી ગઈ છે. સબાની એક પોસ્ટ પર હાલમાં જ તેમણે કોમેન્ટ કર્યું હતું જેણે ધ્યાન ખેંચ્યું હતું.
સબાની એક પોસ્ટ પર હાલમાં જ તેમણે કોમેન્ટ કર્યું હતું જેણે ધ્યાન ખેંચ્યું હતું. સબાએ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરતાં લખ્યું હતું, "મેં ઘણાં વિન્ટેજ મેગેઝિન ફેંદ્યા અને Audrey Hepburn જેવો લૂક તૈયાર કર્યો અને ખરાબ રીતે ફેઈલ થઈ. પરંતુ આ કરવામાં મજા આવી." તેણે આ ફોટો પોસ્ટ કરતાં જ પિંકી રોશને કોમેન્ટ કરતાં લખ્યું, "તું ખૂબ ક્યૂટ લાગે છે અને ફોટો Hepburnની ખાસ્સી નજીક છે."