અદ્ભૂત ફોટોગ્રાફીઃ સમડીનો આવો પર્ફેક્ટ ફોટો અગાઉ ભાગ્યે જ જોયો હશે

I am Gujarat 4 Feb 2020, 5:23 am
  • samdi257521667-1580774006

    નવી દિલ્હીઃ કહેવાય છે કે, એક ફોટો હજાર શબ્દોની ગરજ સારે છે. ચિત્રકલા બાદ હવે ફોટોગ્રાફીનો ટ્રેન્ડ ટોચ પર છે. બેસ્ટ ફોટોગ્રાફીની દુનિયાભરમાં પ્રશંસા થાય છે. ઘણી વખત ફોટોગ્રાફરો એવી ક્લિક કરી દે છે કે, જે દિલને સ્પર્શી જાય છે. મોટા ભાગના લોકો આવા ફોટાના ભરપુર વખાણ કરે છે. એવી જ એક તસવીર સામે આવી છે. જેમાં એક ફોટોગ્રાફરે સમડીનો મસ્ત ફોટો ક્લિક કર્યો છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

  • અદ્ભૂત ફોટોગ્રાફી

    જે જંગલમાંથી આ ફોટો ક્લિક કરવામાં આવ્યો છે તે ખૂબ જ સુંદર છે. એક સમડી તળાવ પરથી થોડી જ ઊંચાઈએ ઊડી રહી હતી. ફોટોગ્રાફરના કેમેરા તરફ સમડીએ એક જ નજર કરી ત્યાં ફોટોગ્રાફરે આ ફોટો ક્લિક કરી લીધો હતો. એ સમયે ફોટોગ્રાફર પણ થોડે દૂર જ ઊભા હતા. સૌથી ખાસ વાત એ છે કે, બાજની આબેહુબ પ્રતિકૃતિ જેને ફોટોગ્રાફીની દુનિયામાં મિરર ઈમેજ કહે છે તે પાણીમાં ઝીલાઈ હતી.

  • જંગલમાંથી થયો ક્લિક

    ફોટોગ્રાફરે આ મિરર ઈમેજ જોઈને તરત જ ક્લિક કરી નાખી હતી. સમડીની પાંખ એટલી મોટ હતી કે, તેનું મોઢુ થોડું ઉપર હતું જ્યારે પાંખ તેની પાણીને સ્પર્શી રહી હતી. આવા પોઝ પર એટલો સરસ ફોટો આવ્યો કે, રાતોરાત આ ફોટોગ્રાફરની લાઈક્સમાં વધારો થયો હતો. જાણે સમડી આ પ્રકારનો પોઝ આપવા માટે તૈયાર થઈ હોય એવું આ ચિત્ર છે. કેનેડિયન ફોટોગ્રાફર સ્વીવ બૈયરોએ આ ફોટો ક્લિક કર્યો છે. જે એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે.

  • ફોટોગ્રાફરની કલા

    સ્ટીવ તા. 4 મેના રોજ ઓંટેરિયો ફરવા માટે ગયો હતો. એ દરમિયાન આ ક્લિક કરી હતી. સ્ટિવે આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ ફોટો પોસ્ટ કરતા તેણે કહ્યું હતું કે, આ ફોટા પર કંઈ કહેવાની જરુર નથી. આ સમડીની ક્લિક કરીને હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આ ફોટો પોસ્ટ કરતા જ લોકોએ અનેક કોમેન્ટ કરી હતી. લોકોએ લખ્યું વાવ, અમેઝિંગ ફોટો, બેસ્ટ ક્લિક. જોકે, આ તસવીર થોડી ડરાવની લાગી રહી છે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ