મને જાણ કર્યા વગર દીકરો ગર્લફ્રેન્ડને ઘરે લઈ આવે છે અને...

Edited byGaurang Joshi | I am Gujarat 26 May 2020, 2:22 am
  • દીકરાની હરકતથી પરેશાન

    સવાલઃ મારે એક 26 વર્ષનો દીકરો છે અને તે કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતી એક યુવતીને ડેટ કરે છે. આ વાત સામે મને કોઈ જાતની પરેશાની નથી પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી મારી ગેરહાજરીમાં તેની ગર્લફ્રેન્ડને ઘરે લઈ આવે છે અને આ બાબતે મને જાણ પણ નથી કરતો. મને ખૂબ જ શરમ આવી જ્યારે મારા પાડોશીએ આ બાબતે મને જાણ કરી. જ્યારે આ બાબતે મેં દીકરાને વાત કરી તો તે કશું જ કહેવા તૈયાર નથી. મેં તેને ઘણું સમજાવ્યો કે તે આવી હરકત ન કરે પરંતુ તે માનવા તૈયાર જ નથી. હું કેવી રીતે આ પરિસ્થિતિને સંભાળું ?

  • પેરેન્ટ્સને થઇ રહી છે ચિંતા

    એક્સપર્ટનો જવાબઃ જ્યારે સંતાન મોટું હોય છે ત્યારે આવી સ્થિતિમાં તેને સમજાવવું થોડું મુશ્કેલ બને છે. આવી ઘટનાઓમાં પેરેન્ટ્સને ચિંતા થતી હોય છે ઉપરાંત સમાજમાં પણ કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે તે સમજવા જેવું છે. આવી ઘટનાઓમાં લગ્ન પહેલા શારીરિક સંબંધથી પણ પેરેન્ટ્સ ચિંતામાં મૂકાઈ જતાં હોય છે.

  • થાય છે આવી સમસ્યાઓ

    જો આવી ઘટનામાં શારીરિક સંબંધ જવાબદાર હોય તો પ્રેગ્નન્સી, સેક્સને લગતા રોગ ઉપરાંત અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા કિસ્સાઓમાં તેમની વધારે કાળજી લેવી પડે છે અને પ્રેમથી સમજાવવા પડે છે. જો આમ ન થાય તો બની શકે કે કરિયર પરથી પણ તેમનું સમગ્ર ફોકસ દૂર થઇ જાય.

  • રહેલા છે અનેક જોખમ

    જ્યારે સંતાન યુવાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેના પાર્ટનર સાથે થોડી ઈન્ટીમસી અને પ્રાઈવસી ઈચ્છતો હોય છે. આવું કરીને તે પોતાની રિલેશનશીપને એક કદમ આગળ લઇ જવા ઈચ્છતો હોય છે પરંતુ આમ કરવામાં અનેક જોખમ રહેલાં હોય છે. સામાન્ય કિસ્સાઓમાં જોવા મળે છે કે તેઓ જ્યારે તેઓ રિલેશનશીપમાં હોય છે ત્યારે તેઓ બીજા કોઈની પણ પરવાહ કરતાં નથી.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • ખુલ્લાં મને કરો વાત

    આવી સમસ્યાઓના ઉકેલ માટે તેની સાથે બેસીને શાંતિથી વાત કરવી જોઇએ. સમાજમાં શું અસર પડશે તેની વાત કરવા કરતાં સારૂ એ રહેશે કે તેને કારણ પૂછો કે શા માટે તે તમારી ગેરહાજરીમાં જ ગર્લફ્રેન્ડને લાવે છે. તેની સાથે ખુલ્લાં મને વાત કરો. વાત કરવા માટે જ્યારે એ સહજ હોય ત્યારે તેમની સંભાળ લો. જો શક્ય હોય તો ઇન્ટીમસી અંગે તેની સાથે ચર્ચા કરવી જોઇએ. આવી સમસ્યાનું સમાધાન માત્ર ખુલ્લાં મને વાત કરવાથી જ આવી શકે છે પરંતુ આ માટે તમારે કેટલીક લિમિટ નક્કી કરવી પડશે.જવાબ આપનાર એક્સપર્ટ ઝંખના જોશી મુંબઇ બેઝ્ડ તત્વમસી કાઉન્સેલિંગ સેન્ટરના ફાઉન્ડર અને કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ છે.