19 લાખની BMW બાઈક લઈને જઈ રહ્યો હતો યુવક, પોલીસે રોક્યો અને...

Edited byShailesh Thakkar | I am Gujarat 22 May 2020, 11:24 pm
  • હવે સતર્ક થઈ ગયા છે લોકો

    જ્યારથી દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયો છે, લોકો રોડ પર સતર્ક રહેવા લાગ્યા છે. એ જરૂરી પણ છે કારણ કે એક જ ચલણ આખા મહિનાનું બજેટ બગાડી શકે છે. કોઈપણ બાઈક અથવા કાર ચાલકના ધબકારા ત્યારે વધી જાય છે જ્યારે કોઈ પોલીસવાળો તેને રોકવાનો ઈશારો કરે છે. તમિલનાડુમાં પણ થોડા દિવસો પહેલા આવું થયું. એક છોકરો BMWની લક્ઝરી સુપરબાઈક લઈને પૂરપાટ જઈ રહ્યો હતો, આવામાં જ પોલીસે તેને થોભવા માટે ઈશારો કરી દીધો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

  • કાગળ ચેક કર્યા પછી ફોટો પડાવો

    પોલીસનો ઈશારો જોતા જ બાઈક સવારને લાગ્યું કે, હવે ડૉક્યુમેન્ટની તપાસ થશે. તેણે બાઈક રોકી પણ દીધી. મજેદાર વાત એ રહી કે, પોલીસ અધિકારીઓએ આ શાનદાર બાઈક સાથે તસવીરો ખેંચાવી. આ ઘટનાનો વિડીયો યુટ્યૂબ પર સામે આવ્યો છે, જેને ખૂબ જોવામાં આવી રહ્યો છે.

  • યૂટ્યૂબ ચેનલ પર બાઈકથી રોડ ટ્રીપનો વિડીયો

    યૂટ્યૂબ પર ‘RideWithKC’નામની એક ચેનલ છે. તેના પર જ આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. આ ચેનલને ચલાવનારા યૂટ્યૂબરને જ તમિલનાડુ પોલીસે રોક્યો હતો. તે મુંબઈથી મદુરાઈ વચ્ચે ટ્રાવેલ કરી રહ્યો હતો. ‘ફ્રી પ્રેસ જર્નલ’ના રિપોર્ટ અનુસાર, આ યૂટ્યૂબર પોતાની ચેનલ પર રોડ ટ્રિપનો એક હિસ્સો દેખાડી રહ્યો હતો. આમાં તે ઊંટીથી મુસાફરી શરૂ કરીને થોડા સમય બાદ પોલીસ બેરિકેડ્સની નજીક પહોંચે છે. અહીં પોલીસ અધિકારી તેને બાઈકના કાગળિયાં જોવા માટે રોકે છે.

  • દિલ્હીમાં 19.27 લાખ છે બાઈકની કિંમત

    યૂટ્યૂબર BMW R1200 GS બાઈક ચલાવી રહ્યો હતો. આ સુપરબાઈકની દિલ્હીમાં એક શો-રૂમ કિંમત 19.27 લાખ રૂપિયા છે. વિડીયોમાં બાઈકર જેવો પોતાની બાઈક રોકે છે, પોલીસવાળા તરત તેના ડૉક્યુમેન્ટ્સ ચેક કરે છે. સવાલ-જવાબ થાય છે. બાદમાં પોલીસ અધિકારી તેની બાઈક સાથે તસવીરો ખેંચાવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • અહીં જુઓ પૂરો વિડીયો