IPL 2022 માટે ગુજરાત ટાઈટન્સની ટીમે કમર કસી, શરૂ કરી દીધી તૈયારીઓ

I am Gujarat 22 Mar 2022, 8:13 pm
  • ગુજરાતની ટીમે શરૂ કરી તૈયારીઓ

    આઈપીએલ-2022 દ્વારા ગુજરાત ટાઈટન્સની ટીમ વિશ્વની લોકપ્રિય ટી20 ટુર્નામેન્ટમાં પદાર્પણ કરશે. આ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પણ પ્રથમ વખત આઈપીએલમાં રમશે. જેના કારણે આઈપીએલમાં કુલ ટીમની સંખ્યા 10 થઈ ગઈ છે. ગુજરાતની ટીમે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

  • કેપ્ટન હાર્દિક પંડ્યા

    ગુજરાત ટાઈટન્સ ટીમે ભારતીય ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાને સુકાની બનાવ્યો છે. હાર્દિક પંડ્યા અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે રમ્યો હતો અને તેની સફળતામાં તેણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. જોકે, મુંબઈએ તેને રિટેઈન કર્યો ન હતો.

  • ખેલાડીઓએ કમર કસી

    ગુજરાત ટાઈટન્સની ટીમ નવી છે પરંતુ તે પ્રથમ સિઝનથી જ કોઈ કચાશ રાખવા ઈચ્છતી નથી. ટીમે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખેલાડીએ નેટમાં પરસેવો પાડ્યો હતો.

  • આશિષ નેહરા છે હેડ કોચ

    ગુજરાત ટાઈટન્સ ટીમે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર આશિષ નેહરાને મુખ્ય કોચ બનાવ્યો છે. જ્યારે ભારતીય ટીમના વર્લ્ડ ચેમ્પિયન કોચ રહેલા ગેરી કર્સ્ટનને ટીમના મેન્ટર બનાવ્યા છે.

  • વધુ ઈમેજ જુઓડાઉનલોડ
  • ખેલાડીઓએ કરી આકરી મહેનત

    ગુજરાત ટાઈન્સમાં હાર્દિક પંડ્યા ઉપરાંત યુવાન બેટર શુભમન ગિલ અને અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાન પણ છે. રાશિદ ખાન આઈપીએલના સફળ બોલર્સમાં સામેલ છે.