એપશહેર

નવરાત્રીને વાર છે પરંતુ આજથી જ શરું થઈ ગયા છે શુભ મુહૂર્ત, દશેરા સુધી દરરોજ વિશેષ યોગ

નવરાત્રી જ નહીં આજથી જ શુભ સંયોગ શરું થઈ ગયા છે. જાણી લો ક્યારે શું ખરીદવા માટે છે ઉત્તમ મુહૂર્ત.

I am Gujarat 12 Oct 2020, 3:19 pm
નવરાત્રિ શરું થતા પહેલાં જ 4 દિવસ પ્રોપર્ટી, ઓટો મોબાઇલ, ફર્નીચર અને અન્ય પ્રકારની ખરીદારી માટે શુભ છે. આજથી દશેરા સુધી શ્રેષ્ઠ સંયોગ બની રહ્યાં છે, જેમાં લોકો દરેક પ્રકારની ખરીદારી કરી શકશે. કાશીના આ દરમિયાન ખરીદારી માટે અનેક શુભ મુહૂર્ત રહેશે. જેમાં ખરીદવામાં આવેલી ચલ સામગ્રી એટલે ગાડી અને અન્ય વાહન લોકોને લાભદાયક અને શુભ ફળ આપનાર રહેશે. ત્યાં જ, પ્રોપર્ટીને લગતી ખરીદારી પણ શુભ રહેશે.
I am Gujarat from today auspicious muhurta start for purchasing new thing will remain till dussehra and during entire navratri
નવરાત્રીને વાર છે પરંતુ આજથી જ શરું થઈ ગયા છે શુભ મુહૂર્ત, દશેરા સુધી દરરોજ વિશેષ યોગ


નવરાત્રિ પહેલાં આ ખાસ દિવસ રહેશેઃ-

13 તારીખે કુમાર યોગ બનશે જે બપોરે લગભગ 2.40 વાગ્યા સુધી રહેશે અને ચંદ્ર સિંહ રાશિમાં હોવાથી બીજા દિવસે 14 ઓક્ટોબરના રોજ રાજ યોગ બનાવશે. સિંહ રાશિમાં ચંદ્ર હોવાથી વાહન વગેરેની ખરીદીથી લાભ મળશે. આ દિવસોમાં અધિકમાસની પુરૂષોત્તમી એકાદશી અને તેરસનો સંયોગ બનશે. ત્યાં જ, શુક્રવારે અમાસના સંયોગમાં ફર્નીચર, કપડાં અને અન્ય સુખ-સુવિધાઓના સામાનની ખરીદારી કરવું શુભ રહેશે.

દશેરા સુધી શુભ મુહૂર્ત

નવરાત્રિમાં તિથિ, વાર અને નક્ષત્રોના સંયોગથી લગભગ દરરોજ ખરીદારી માટે શુભ મુહૂર્ત બની રહ્યા છે. આ દિવસોમાં 4 સર્વાર્થસિદ્ધિ, 1 ત્રિપુષ્કર અને 4 રવિયોગ બનશે. સાથે જ, સૌભાગ્ય, ધૃતિ અને આનંદ યોગ પણ રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ અને ખરીદારી-વેચાણ માટે 22 ઓક્ટોબરના રોજ ખૂબ જ સારું મુહૂર્ત છે. ત્યાં જ, 19, 25 અને 26 ઓક્ટોબરે વાહન ખરીદારીનું વિશેષ મુહૂર્ત છે. નવરાત્રિના દરરોજ બનતાં શુભ યોગમાં નવા કામની શરૂઆત કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પ્રોપર્ટીમાં રોકાણ અને ખરીદારી માટે શુભ

આ યોગમાં ખરીદારી ખૂબ જ શુભ ફળદાયી હોય છે. આ દિવસે હીરાના આભૂષણ, ઇલેક્ટ્રોનિક, ઓટોમોબાઇલ, જમીન, મકાન, કપડાં અને અન્ય ખરીદારી કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આ સિવાય જમીન, મકાનમાં રોકાણ કરવા માંગો છો તો આ દિવસ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ત્યાં જ, વાહન, ફર્નીચર, જ્વેલરી, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઘરેલૂ સામાનની ખરીદારી પણ શુભ રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો