એપશહેર

ગણપતિ બાપ્પાના આ મંત્રના જાપથી થશે ધનલાભ અને ચમકી ઉઠશે નસીબ

મનોકામનાઓ પૂરી કરવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાની સાધના લાભદાયી સાબિત થશે.

I am Gujarat 18 Aug 2020, 4:41 pm
જો કોરોના વાયરસની મહામારીના કારણે તમારા જીવનમાં અડચણો આવી રહી છે, સતત પ્રયાસો કરવા છતાં તમારા કામ પૂરા થઈ રહ્યા નથી અને ચારેય બાજુથી નિરાશા મળી રહી છે તો તમારા માટે ગણેશજીની સાધના ફળદાયી સાબિત થશે. મનોકામનાઓ પૂરી કરવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાની સાધના લાભદાયી સાબિત થશે. તારીખ 22 ઓગસ્ટના દિવસે ગણેશ ચતુર્થી છે. તો ચાલો જાણીએ કયા ઉપાયથી તમારા તમામ કામ સરળતાથી પૂરા થશે.
I am Gujarat ganesh chaturthi 2020 know how to worship lord ganesha with mantra
ગણપતિ બાપ્પાના આ મંત્રના જાપથી થશે ધનલાભ અને ચમકી ઉઠશે નસીબ



મહામંત્રથી પૂરી થશે મનોકામના

જો તમારી કોઈ મનોકામના ઘણાં દિવસથી પૂરી નથી થઈ રહી તો આ ગણેશ ચતુર્થીના તહેવાર પર તમે ગણપતિ દાદાના આ મંત્રનો જાપ કરો.

વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ

નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

ગણપતિ દાદાને પ્રસન્ન કરવા અને તેઓની કૃપા મેળવવા માટે આ એકદમ સરળ અને સુંદર મંત્ર છે. ગણેશ ચતુર્થીના દિવસે આ મંત્રનો જાપ કરતા ભગવાન ગણેશજીને 108 વખત પીળા ફૂલ ચઢાવવાના રહેશે. આવું કરવાથી તમારા કાર્યક્ષેત્રે અને વેપાર વગેરેમાં જોવા મળતી અડચણો દૂર થશે.

દેવામાંથી મુક્તિ અપાવનારો મંત્ર

જો તમે કોઈ પ્રકારના દેવામાં ડૂબેલા છો અને તેમાંથી મુક્તિ મેળવવા માગો છો તો ગણેશ ચતુર્થીના દિવસે આ મંત્રનો જાપ કરવાની સાથે ગણપતિ દાદાની વિશેષ પૂજા કરવી જોઈએ. ગણપતિ દાદાનો આ મંત્ર ખૂબ જ પ્રભાવશાળી છે.

ॐ ગણેશ ઋણ છિન્ધિ વરણ્યં હું નમ: ફટ્

શુભ અને લાભ અપાવનારો મંત્ર

ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાની કૃપા મેળવવા માટે તમે આ મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રની એક માળાનો જાપ કરવાથી તમને શુભ અને લાભ બંનેનો આશીર્વાદ મળશે.

ॐ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ: પ્રચોદયાત્

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો