એપશહેર

રક્ષાબંધન પર ભૂલથી પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ આ વસ્તુઓ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈને પણ ગિફ્ટમાં ધારદાર અને અણિદાર વસ્તુઓ આપવી અશુભ મનાય છે

I am Gujarat 29 Jul 2020, 4:48 pm
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવે છે. દરેક રક્ષાબંધન સાથે બહેનની રક્ષા માટે ભાઈની વચનબદ્ધતા પણ વધારે મજબૂત થાય છે. રક્ષાબંધનના તહેવાર પર બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પ્રેમથી બહેનને ગિફ્ટ આપે છે. માન્યતા એવી પણ છે કે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ. જેનાથી સંબંધો નબળા પડે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવે છે.
I am Gujarat rakshabandhan dont give these gifts to your sister
રક્ષાબંધન પર ભૂલથી પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ આ વસ્તુઓ


આ વસ્તુઓ ગિફ્ટમાં ન આપવી

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈને પણ ગિફ્ટમાં ધારદાર અને અણિદાર વસ્તુઓ આપવી અશુભ મનાઈ છે. એટલા માટે રક્ષાબંધન પર આવી વસ્તુઓ જેમ કે ચાકૂનો સેટ, મિક્સર, મિરર અથવા ફોટોફ્રેમ ગિફ્ટમાં ન આપવી. રૂમાલ અને ફોટોફ્રેમ પણ ગિફ્ટમાં ન આપવી જોઈએ. જેનાથી તમને ધન સંબંધી નુકસાન થઈ શકે છે સાથે સંબંધોમાં પણ મુશ્કેલી આવી શકે છે.

​આ વસ્તુઓ આપવી શુભ

રક્ષાબંધન પર બહેનોને ગિફ્ટ આપવા માટે શુભ વસ્તુઓની વાત કરીએ તો તેમાં વસ્ત્રો, ઘરેણાં, પુસ્તકો, મ્યૂઝિક સિસ્ટમ અથવા સોના-ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ ગિફ્ટ આપવાથી ધન, વૈભવ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

​જૂતાં-ચપ્પલ પણ ગિફ્ટમાં ન આપવા

છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું છે કે જૂતાં-ચપ્પલને ગિફ્ટમાં આપવાનો ટ્રેન્ડ ચાલી હ્યો છે. પરંતુ તે યોગ્ય નથી. જ્યોતિષમાં બુધને બહેનોનો કારક માનવામાં આવ્યો છે. તમે બુધ સાથે સંબંધિત વસ્તુઓ ગિફ્ટમાં આપી શકો છો. જેમાં શિક્ષણની સામગ્રી, મોબાઈલ, લેપટોપ અથવા કોઈ બોન્ડ ગિફ્ટ તરીકે બહેનને આપી શકો છો.

​ગિફ્ટમાં વસ્ત્રો આપી શકાય

રક્ષાબંધન પર બહેનોને ગિફ્ટ આપવા માટે વસ્ત્ર ખુબ સારો વિકલ્પ છે. આ દિવસે બ્લેક અથવા વાદળી રંગના કપડા છોડીને કોઈ પણ કલરના વસ્ત્રો ગિફ્ટમાં આપી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. સ્ત્રિયોમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને તેને ખુશી આપવાથી તેઓ પ્રસન્ન થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો