એપશહેર

આ કારણે પહેલા ગણેશજીને કરવા જોઈએ યાદ, વિષ્ણુજીને પણ થઈ હતી તકલીફ

સામાન્ય રીતે કોઈપણ શુભ કાર્ય કરતાં સમયે પહેલા ગણેશજીને યાદ કરવામાં આવે છે. જોકે, શું તમને એ જાણ છે કે આવું શા માટે કરવામાં આવે છે? આ પાછળ એક પૌરાણિક કથા છે. જેમાં વિષ્ણુજીના લગ્નની વાત છે. જ્યારે ભગવાન વિષ્ણુની જાન આવવાનો સમય થયો હતો ત્યારે દરેક દેવતાઓ પોતાની પત્ની સાથે વિવાહમાં આવ્યાં હતાં. આ વિવાહમાં વિષ્ણુએ ગણેશજીને આમંત્રણ નહોતું આપ્યું.

Gaurang Joshi | I am Gujarat 18 Sep 2018, 7:18 pm
સામાન્ય રીતે કોઈપણ શુભ કાર્ય કરતાં સમયે પહેલા ગણેશજીને યાદ કરવામાં આવે છે. જોકે, શું તમને એ જાણ છે કે આવું શા માટે કરવામાં આવે છે? આ પાછળ એક પૌરાણિક કથા છે. જેમાં વિષ્ણુજીના લગ્નની વાત છે. જ્યારે ભગવાન વિષ્ણુની જાન આવવાનો સમય થયો હતો ત્યારે દરેક દેવતાઓ પોતાની પત્ની સાથે વિવાહમાં આવ્યાં હતાં. આ વિવાહમાં વિષ્ણુએ ગણેશજીને આમંત્રણ નહોતું આપ્યું.
I am Gujarat lord ganesh offended by not getting vishnu vivah invitation
આ કારણે પહેલા ગણેશજીને કરવા જોઈએ યાદ, વિષ્ણુજીને પણ થઈ હતી તકલીફ


ગણેશજીને ન આપ્યું આમંત્રણ

જ્યારે દરેક દેવતાઓ પત્ની સાથે આવ્યા અને ગણેશજી ન દેખાયા ત્યારે દરેકને આશ્ચર્ય થયું અને વિષ્ણું ભગવાનને તેનું કારણ પૂછ્યું. વિષ્ણું ભગવાને કહ્યું કે,’અમે ભગવાન શિવને આમંત્રણ આપ્યું છે. જો ગણેશજી પોતાના પિતા સાથે આવવા ઈચ્છતા હોય તો આવી જાય અલગથી નિમંત્રણ આપવાની જરુર નથી.’ બીજી વાત એ કે તેમને સવામણ મગ, સવામણ ભાત અને સવા મણ લાડુનું ભોજન જોઈએ. જે કોઈના ઘરે જઈને ખાવું યોગ્ય ન લાગે.

નારદજીએ આપી સલાહ

આટલું કહી રહ્યાં હતાં કે ત્યારે તરત જ કોઈએ સલાહ આપી કે જો ગણેશજી આવી જાય તો તેને ચોકીદાર બનાવીને બેસાડી દઈશું અને કહી દઈશું કે તમે ઉંદર પર બેસીને આવશો તો વાર લાગશે. જેથી તમે ઘરનું ધ્યાન રાખજો. આ વિચાર દરેકને પસંદ આવ્યો તો વિષ્ણું ભગવાને પણ સહમતિ આપી. આટલામાં ગણેશજી ત્યાં આવ્યા અને સમજાવીને ઘરની ચોકીદારી કરવા બેસાડી દીધાં.

નારદજીએ આપ્યું સુચન

જ્યારે નારદજીએ જોયું તો ગણેશજીને પૂછ્યું કે તમે શા માટે અહિ રોકાયા છો? ગણેશજીએ કહ્યું કે ભગવાન વિષ્ણુંએ મારુ અપમાન કર્યું છે. નારદજીએ સૂચન આપ્યું કે પોતાની મૂષક સેનાને આગળ મોકલી દો ત્યારે તે રસ્તો ખોદી નાખશે જેથી વાહન ધરતીમાં ફસાઈ જશે અને ત્યારે તમને સન્માનપૂર્વક બોલાવવા પડશે. આ પછી ગણેશજીએ પોતાની મૂષક સેનાને આગળ મોકલી અને જમીન પોલી કરી નાખી. જ્યારે વાહન ફસાયા ત્યારે નારદજીએ વિષ્ણુંને સલાહ આપી કે ગણેશજી જ માત્ર આ સંકટ ટાળી શકે છે.

ગણેશજીની કરાઈ પૂજા

શંકર ભગવાને નંદીને મોકલ્યો અને તે ગણેશજીને લઈને આવ્યો હતો. ગણેશજીની આદર સત્કાર સાથે પૂજા કરવામાં આવી. આ પછી રથના પૈડા નીકળ્યા હતાં. આ પૈડા તૂટેલા હતા પરંતુ તેને સરખા કઈ રીતે કરવા? આ પછી ખેતરમાં કામ કરતાં એક મજૂરને બોલાવ્યો અને તેણે ‘શ્રી ગણેશાય નમઃ’ કહીને કામની શરુઆત કરી. જોતજોતામાં દરેક પૈડા સરખા થઈ ગયાં હતાં. આ મજૂરે કહ્યું કે,’હે દેવતાઓ! તમે ગણેશજીને મનાવ્યાં નહિ હોય અને પૂજા પણ નહી કરી હોય જેથી તમારી પર આ સંકટ આવ્યું છે. અમે તો અજ્ઞાની છીએ છતાં પહેલા ગણેશજીની પૂજા કરીએ છીએ.’ બસ ત્યારથી જ ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો