એપશહેર

શ્રાવણના દર મંગળવારે શિવ અવતાર હનુમાનજીની પૂજા, અધૂરા કામ પૂર્ણ થશે

શ્રાવણ મહિનામાં તમે શિવજીની સાથે સાથે હનુમાનજીની પૂજા કરશો તો તમારો બેડો પાર થઈ જશે. શ્રાવણના દર મંગળવારે શિવ અવતાર હનુમાનજીની પૂજા કરો

Tejas Jinger | I am Gujarat 24 Jul 2018, 2:22 pm
સ્પિકિંગ ટ્રીઃ એ સૌ કોઈ જાણે છે કે હનુમાનજી ભગવાન શિવજીનો અવતાર છે. માટે જો આ શ્રાવણ માસમાં શિવજીની કૃપા ઈચ્છે છે તો તેમાં હનુમાનજી પણ તમારી મદદ કરી શકે છે. શ્રાવણ માસમાં જો હનુમાન ભક્ત બજરંગબલીને પ્રસન્ન કરવા માટે ઉપયોગી થશે. તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
I am Gujarat prayer to bajarangbali hanuman during tuesday of shraavana maas
શ્રાવણના દર મંગળવારે શિવ અવતાર હનુમાનજીની પૂજા, અધૂરા કામ પૂર્ણ થશે


શિવ અવતાર હનુમાન

શિવજીની જેમ હનુમાનજી પણ પોતાના ભક્તોની સાચી ભક્તિથી તરત પ્રસન્ન થાય છે. ભક્તનો અવાજ સાંભળીને ઈચ્છે છે કે હનુમાનજી તેમની મનોકામના પૂર્ણ કરવા સિવાય ભક્તો માટે રક્ષા કવચ પણ બને છે, જે તમામ ખરાબ બાબતોથી તેમની રક્ષા કરે છે.

શ્રાવણમાં હનુમાનજીનો ઉપાય

તો આ શ્રાવણમાં તમે હનુમાનજીની કૃપા ઈચ્છો છો તો શ્રાવણના મંગળવારે આગળ બતાવવામાં આવેલો નાનકડો ઉપાય કરી શકો છો. આ ઉપાય એકદમ સરળ છે અને ઓછા ખર્ચવાળો છે, પણ શરત માત્ર એટલી છે કે તેમણે પૂરા દિલથી આ પ્રયોગ કરવાથી તમને સફળતા મળશે.

મંગળવારના ઉપાય

આ શ્રાવણ માસમાં 4 મંગળવાર આવે છે. ઉપાય પ્રમાણે મંગળવારે સાંજે 5 વાગ્યે હનુમાનજીની તસવીર કે મૂર્તિ સામે આસન લગાવીને બેસો અને ચમેલીના તેલનો દીવો ભગવાનને અર્પિત કરો. તમે હનુમાનજી સાથે જોડાયેલા કોઈ એક મંત્રની માળા કરીને કે પ્રાર્થના કરીને આ ઉપાય કરી શકો છો.

હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાય

બીજા ઉપાય મુજબ એક પાન લઈને તેના પર થોડો ગોળ નાખો અને ચણા રાખીને ભોગ ધરાવો. ત્રીજો ઉપાય- હનુમાનજીના મંદિરે જઈને દાદાને ગુલાબના ફૂલોની માળા અર્પિત કરો. પછી આ મંત્રની એક માળાનો જપ કરો- राम रामेति रामेति रमे रामे मनोरमे। सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।

ઉપાય

જાપ સમાપ્ત થયા પછી ભગવાનને ચઢાવેલી માળામાંથી એક ફૂલ લઈને ઘરે પહોંચી જાવ. ધ્યાન રાખો પાછા જતી વખતે પાછળ વળીને ના જોવું. ઘરે આવીને ફૂલને લાલ કપડામાં બાંધીને ધન સ્થાન પાસે મૂકી દો, તેનાથી ધનની વૃદ્ધિ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો