એપશહેર

આ રેખા ખૂબ ઓછા હાથોમાં હોય છે, એવું કહેવામાં આવે છે કે તેનો સેક્સ સાથે છે સંબંધ

હસ્તરેખાશાસ્ત્ર મુજબ, કામવાસના રેખાને અશુભ માનવામાં આવે છે.

I am Gujarat 30 Aug 2020, 9:12 pm
આ બે મહાન શક્તિઓ કર્મ અને ભાગ્ય આપણા હાથમાં છુપાયેલા છે. જેમાં કર્મ આપણે આપણા હાથથી કરીએ છીએ અને ભાગ્ય જે આપણા પૂર્વ જન્મોમાં કરેલા કર્મોના આધારે આપણી હથેળીમાં રેખાઓના રૂપમાં દેખાય છે. હા, આ રેખાઓ દ્વારા આપણે વર્તમાન અને ભૂતકાળની ઘણી બધી બાબતો જાણી શકીએ છીએ. અમે તમને અહીંની જે રેખા વિશે જણાવા જઈ રહ્યા છીએ તે હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, બહુ ઓછા લોકોના હાથમાં હોય છે. ચાલો જાણીએ કે આ રેખા કઈ છે અને તેનો અર્થ શું છે?
I am Gujarat sex life palmistry sign meaning
આ રેખા ખૂબ ઓછા હાથોમાં હોય છે, એવું કહેવામાં આવે છે કે તેનો સેક્સ સાથે છે સંબંધ


તેને કામવાસના(સેક્સ) તરીકે ઓળખવામાં આવે છે

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, ખૂબ ઓછા હાથમાં જોવા મળતી આ રેખાને લસ્ટ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. તે એક નાની લાઈન હોય છે. જણાવી દઈએ કે આ રેખા હથેળીના નીચેના ભાગમાંથી નીકળે છે અને મણિબંધ તરફ જાય છે. આ સાથે આ રેખાને સ્વાસ્થ્ય રેખાની સહાયક રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે.

શુભ માનવામાં આવતી નથી કામવાસના રેખાને

હસ્તરેખાશાસ્ત્ર મુજબ, કામવાસના રેખાને અશુભ માનવામાં આવે છે. આ રેખા દ્વારા જાતક વિશે ઘણીબધી બાબતો જાણી શકાય છે. ઉદાહરણ તરીકે, જેમના હાથમાં આ રેખા છે તેમનામાં વાસનાઓ, દારૂના નશાની આદત અને સુખી જીવન જીવવા માટેની ઇચ્છા ખૂબ જ વધારે હોય છે.

આ રેખાની અન્ય અસર

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો કામવાસના રેખા અને જીવન રેખા પાર કરતા શુક્રની રેખા પાસે પહોંચી હોય તો તે શુભ સંકેત નથી. એવું કહેવામાં આવે છે કે કામવાસના રેખાની આ સ્થિતિ વ્યક્તિના જીવનમાં અતિશય દારૂ અને સેક્સ ને કારણે આયુદોષનો સંકટસૂચવે છે. સામાન્ય સ્થિતિમાં તે જાતકની કામુકતામાં વધારો દર્શાવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો