એપશહેર

પહેલા જ નોરતે સૂર્યનું તુલા રાશિમાં થઈ રહ્યું છે ગોચર, આ 6 રાશિઓને કરાવશે લાભ

ગ્રહોના રાજા સૂર્ય રાશિ ચક્રની સાતમી રાશિ તુલામાં 17મી ઓક્ટોબરના દિવસે શનિવારે પ્રવેશ કરવાના છે. સાથે જ આ દિવસે શારદીય નવરાત્રી પણ શરૂ થઈ રહી છે. અધિક માસ ખતમ થયા બાદ પહેલીવાર કોઈ ગ્રહ પોતાની રાશિ બદલી રહ્યો છે. સૂર્ય જ્યારે પણ રાશિ પરિવર્તન રે છે તો તેને સંક્રાતિના નામથી ઓળખાય છે. સૂર્ય આ રાશિમાં 16 નવેમ્બર સુધી રહેશે. સૂર્યના આ પરિવર્તનથી તમામ રાશિઓ પર પ્રભાવ જોવા મળશે. કોઈ રાશિની તમામ ઈચ્છાઓ પૂરી થશે તો કેટલીક રાશિઓના જાતકોને જીવનમાં ચડતી-પડતીનો સામનો કરવો પડશે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે સૂર્યના તુલા રાશિમાં ગોચરથી આ 6 રાશિઓને શું ફાયદો થશે...

I am Gujarat 9 Oct 2020, 4:07 pm

I am Gujarat sun transits in libra from 17th october will affect zodiac signs
પહેલા જ નોરતે સૂર્યનું તુલા રાશિમાં થઈ રહ્યું છે ગોચર, આ 6 રાશિઓને કરાવશે લાભ

​વૃષભ

સૂર્યનું ગોચર પોતાની રાશિ માટે લાભ લઈને આવી રહ્યું છે. આ દરમિયાન વેપારમાં પાર્ટનરો દ્વારા લાભ થશે. સાથે જ ઘર-પરિવાર સાથે સારો સમય પસાર થશે. કાર્યક્ષેત્રમાં તમારો વિજય થશે અને શત્રુ તમારાથી અંતર રાખશે. તમારા પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે જ નોકરીમાં જવાબદારી પણ વધશે. આવકના નવા સ્ત્રોત વિશે જાણકારી મળશે. વિદ્યાર્થીઓ ભવિષ્યની યોજનાઓ પર કાર્ય કરશે અને સફળ રહેશે.

​મિથુન

સૂર્યનું ગોચર તમારા માટે શુભ ફળદાયી રહેશે. ગોચર કાળમાં કુટુંબની સમસયાઓ ખતમ થશે અને બધા વાત માનશે. જેનાથી બધા તમને સન્માનની નજરથી જોશે. પૈતૃક સંપત્તિની સમસ્યા ખતમ થશે અને લાંબી બીમારીઓમાંથી પણ મુક્તિ મળશે. લવ લાઈફ માટે સમય કાઢી શકશો. જેનાથી જીવનમાં નવી દિશા મળશે. વેપારની દ્રષ્ટિએ કરેલો પ્રવાસ સફળ રહેશે અને ફેમિલી બિઝનેસમાં ભાઈ-બહેનો સહયોગ મળશે. કોઈ પ્રિયજન તરફથી ગિફ્ટ મળવાની સંભાવના છે.

​સિંહ

સૂર્યનું ગોચર સિંહ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. ગોચર કાળમાં કાર્યક્ષેત્રમાં સન્માન અને લાભમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. માતા-પિતા સાથે સંબંધોમાં મધુરતા જોવા મળશે. સાથે જ અટકેલા નાણાં પ્રાપ્ત થશે. સરકારી અધિકારીની મદદથી પ્રોપર્ટી સંબંધિત સમસ્યાનો અંત થશે. જીવનસાથીની સલાહ વેપારમાં મદદરૂપ સાબિત થશે અને તેમની સાથે બહાર જવાનો પ્લાન બની શકે છે. આર્થિક વૃદ્ધિ માટે કરાયેલા પ્રયાસ શુભ ફળ આપશે.

કન્યા

સૂર્યનું ગોચર તમારી રાશિ માટે ફાયદાકારક સાબિત થશે. ગોચર કાળમાં સરકારની મદદથી તમારા પ્રોજેક્ટ પૂરા થશે. બિનજરૂરી ખર્ચ બંધ કરવાથી બચતમાં વધારો થશે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે અને નોકરી કરનારા જાતકોની આવતમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે. ઓફિસમાં અધિકારીઓની મદદ મળશે. પરિવારનો પૂરો સહયોગ મળશે અને નાના સદસ્યો સાથે સારો સમય પસાર થશે. પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

​ધન

સૂર્યનું ગોચર તમારી રાશિ માટે શુભ સ્થિતિ લઈને આવ્યું છે. ગોચર કાળમાં આર્થિક વૃદ્ધિના પ્રયાસ સફળ થશે. સાથે જ મિત્રો સાથે સારો સમય પસાર થશે. માતા-પિતાનો પ્રેમ પ્રાપ્ત થશે અને જૂની સમસ્યાઓનો પણ અંત થશે. વેપારમાં પિતા તુલ્ય વ્યક્તિની મદદથી તમારા અટકેલા કાર્યો પૂરા થશે. તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે અને ધર્મ-કર્મના કાર્યમાં મન લાગેલું રહેશે. જે જાતકો વિદેશમાં કામ અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂરી થશે.

​મકર

સૂર્યનું ગોચર તમારી રાશિ માટે મંગળદાયી પરિણામ લઈને આવ્યું છે. ગોચર કાળમાં નવી ઉર્જાનો સંચાર થશે. જેનાથી પરિવારિક સંબંધોમાં મજબૂતી આવશે. પિતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિનો યોગ બનશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. આવકનો સ્ત્રોત મળવાથી ધન લાભ થશે. રોકાણ માટે આ સમય ઉત્તમ છે. વાહન તથા જમીન ખરીદવાનો યોગ બની રહ્યો છે. કરિયરમાં મિત્રોની મદદથી ગ્રોથ થશે. સાથે જ જીવનસાથી તરફથી ગિફ્ટ મળી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો