એપશહેર

કાચની વસ્તુ ઘર પર કરે છે ખરાબ અસર, આટલી કાળજી રાખો

Shailesh Thakkar | I am Gujarat 16 Dec 2017, 4:53 pm
I am Gujarat use of glass items can effect your life badly
કાચની વસ્તુ ઘર પર કરે છે ખરાબ અસર, આટલી કાળજી રાખો


કાચ અને તેના જુદા-જુદા રંગ

કાચનો સીધો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે અને તેના જુદા-જુદા રંગો તેને અન્ય ગ્રહો સાથે પણ જોડે છે. કાચની અંદરનો રંગ તેના પ્રભાવમાં ફર્ક પેદા કરે છે. કાચ જેટલો વધારે પારદર્શક હશે તેટલો જ શુક્રની નજીક હશે. કાચની વસ્તુઓથી શુક્ર પર સીધી અસર થાય છે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખો

ઘરમાં કાચની વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો નહીંતર સંબંધો વધારે સંવેદનશીલ થશે

સંબંધો પર નકારાત્મક અસર

કાચનું ટેબલ મોટાભાગે સંબંધોને વિખેરી નાંખે છે.

વધશે કારણ વિનાના દુ:ખ

કાચના વાસણો વાપરવાથી જીવનમાં ખુશીઓનું પ્રમાણ ઓછું થવા લાગે છે અને તમે કારણ વિના દુ:ખી રહેવા લાગો છો. માટે ઘરમાં શક્ય તેટલા ઓછા કાચના વાસણોનો ઉપયોગ કરો.

અરીસાના ઉપયોગ વિશે આ વાતોનું રાખો ધ્યાન

અરીસો જીવનની દરેક વસ્તુને બમણી કરી દે છે. સાથે જ તે પોતાની સ્થિતિને પણ દર્શાવે છે. અરીસાના ઉપયોગ વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે, તે શક્ય તેટલો સ્વચ્છ હોય.

આ રીતે લગાવો અરીસો

ઘરમાં શક્ય તેટલા ઓછા અરીસા લગાવો અને એ વાતનું ધ્યાન રાખો કે. જ્યાં પણ અરીસો લગાવો ત્યાં પ્રકાશની અવરજવર હોય.

બેડરૂમમાં અરીસો

બેડરૂમમાં તમે જે તરફ પગ લંબાવીને સૂતા હોવ તે દિશામાં ક્યારેય ન લગાવો. તૂટલો અરીસો પણ ઘરમાં ન રહેવા દો.

કાચની બારી-દરવાજા

ઘરમાં કાચના દરવાજા અને બારીઓ પારદર્શી ન હોવી જોઈએ. તે ધૂંધળી રાખશો તો સારું રહેશે.

સપનામાં કાચ દેખાય તો…

જો તમને સપનામાં કાચમાં દેખાય તો સમજી લેવું કે, નજીકના ભવિષ્યમાં કોઈ નવા સંબંધની શરૂઆત થઈ શકે છે.

કાચ તૂટતો દેખાય તો…

જો તમારી સાથે આવું બને તો શક્ય છે કે, તમારા કોઈની સાથેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. આવા સમયે સંબંધોમાં ઘર્ષણ પેદા ન થાય તે માટે ચેતી જવું જોઈએ. આ ઉપરાંત તૂટતો કાચ જોવાથી તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.

ગિફ્ટમાં ન આપો કાચની વસ્તુ

કોઈપણ વાર-તહેવાર મિત્ર, સગા-સંબંધીને જ્યારે તમે ગિફ્ટ આપવાનું વિચારો ત્યારે તેમાં કાચની વસ્તુની બાદબાકી કરજો. કાચની વસ્તુ ભેટમાં આપવી અશુભ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો