એપશહેર

આ કારણે કૃષ્ણ મસ્તક પર લગાવે છે મોરપંખ, ઘણા કૃષ્ણભક્તોને પણ આ કથા નહીં ખબર હોય

ભક્તો પોતોના વ્હાલા શ્રી કૃષ્ણને ભલે કોઈપણ પ્રકારના શણગાર કરે પરંતુ મોરપંખ તેમના મસ્તક પર ભૂલતા નથી. કૃષ્ણને પણ મોરપંખ અતિપ્રિય છે પરંતુ તેની પાછળ આ ઘટના રહેલી છે.

I am Gujarat 5 Sep 2020, 7:01 pm
આપણે ત્યાં શાસ્ત્રોમાં રાધાકૃષ્ણના પ્રેમની ઘણી વાતો છે. જે તેને વાંચે અથવા સાંભળે છે તેઓ તેમના પ્રેમની પરાકાષ્ઠાને અનુભવે છે. પરંતુ કેટલાક કિસ્સા એવા પણ છે જે જાણીને આશ્ચર્ય થાય છે. કૃષ્ણના માથે શણગારનો અનન્ય ભાગ એવું મોરનું પીંછુ પણ આવા જ એક કિસ્સાનો ભાગ છે. રાધાના કારણે જ શ્રીકૃષ્ણએ કળિકાળ સુધી મોર પંખને પોતાના મસ્તર પર મૂકવાનું વરદાન આપ્યું હતું. મળી આવતી કથા મુજબ એક મોર ગોકુલમાં રહેતો હતો, તે શ્રી કૃષ્ણનો અનન્ય ભક્ત હતો. એકવાર તેણે શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે કન્હૈયાના દરવાજે જઈને જાપ કરવાનો વિચાર કર્યો. આ પછી તે તેના દરવાજે જઈ બેઠો અને કૃષ્ણના નામનો જાપ શરું કર્યો. તેણે એક વર્ષ જાપ કર્યો પરંતુ શ્રી કૃષ્ણના આશીર્વાદ મળ્યા નહીં. અંતે ઉદાસ થઈને મોર રડવા લાગ્યો.
I am Gujarat why lord krishna take peacock feather on his head this is secret story behind hare krishna
આ કારણે કૃષ્ણ મસ્તક પર લગાવે છે મોરપંખ, ઘણા કૃષ્ણભક્તોને પણ આ કથા નહીં ખબર હોય


કાન્હાના ઉંબરામાં રોતો રહ્યો મોર

તેવામાં ત્યાંથી એક મેના ઉડતી પસાર થઈ તેણે મોરને રડતા જોયો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. મૈનાએ વિચાર્યું કે મોર આમ તો કોઈપણ કારણોસર રડી શકે પણ કન્હૈયાના ઉંબરામાં કોઈ ઊભું રહીને રડતું હોય તે આશ્ચર્યજનક બાબત છે. આ પછી મૈના મોર પાસે ગઈ અને રડવાનું કારણ પૂછ્યું. મોર બોલ્યો કે એક વર્ષથી હું કન્હૈયાને પ્રસન્ન કરવા માટે કૃષ્ણના નામનો જાપ કરું છું. પણ આજ સુધી કન્હૈયાએ મને પાણી પણ નથી આપ્યું.

મૈનાએ આપી રાધા રાણીની શરણમાં જવાની સલાહ

મોરની વ્યથા સાંભળીને મૈનાને દયા આવી. તેણે કહ્યું હું શ્રી રાધારાણીના ગામ બરસાનાથી આવી છું. તમે ત્યાં મારી સાથે ચાલો રાધારાણી ખૂબ દયાળુ છે. તે ચોક્કસપણે તમારા પર કૃપા કરશે. મોર મૈનાની વાત માની ગયો અને બંને ઉડીને બરસાના પહોંચ્યા. પરંતુ મોર અહીં પહોંચીને પણ રાધાજીના આંગણામાં ઊભી જાપ તો કૃષ્ણ નામનો જ કરતોહતો. આ સાંભળીને શ્રીરાધે દોડીને આવ્યા અને મોરને ગળે લગાવ્યો

રાધાએ કહ્યું મારા કાન્હા આવા નિર્મોહી નથી

રાધરાણીએ મોરને પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા છો? જે સાંભળી મોર બોલ્યો 'રાધરાણી જય હો! આજ સુધી સાંભળ્યું હતું કે તમે દયાળુ છો પણ આજે જોઈ પણ લીધું. રાધરાણીએ કહ્યું કે આવું કઈ રીતે. તો મોર બોલ્યો છેલ્લા એક વર્ષથી કન્હૈયાના દ્વાર પર કૃષ્ણના નામનો જાપ કરી રહ્યો હતો. પણ પાણી પીવડાવું તો દૂર પણ તેમણે મારી તરફ જોયું પણ નહીં. ત્યારે રાધાજીએ કહ્યું કે ના, મારો કાન્હો એવો નિર્મોહી નથી.

રાધાએ આપી મોરને અનોખી સલાહ

કિશોરીજીએ કહ્યું કે તમે ફરીથી કન્હૈયાના દરવાજે જાઓ. પણ આ વખતે કૃષ્ણનું નામ નહીં મારું નામ લેજો. મોર રાધા રાણીની આજ્ઞા લઈને અને ફરી ગોકુલમાં આવ્યો અને કૃષ્ણના દરવાજે પહોંચ્યો અને આ વખતે રાધે-રાધે નામનું રટણ શરું કરી દીધું. રાધા નામ સાંભળતા જ કૃષ્ણ દોડી આવ્યા અને મોરને પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા છો? ત્યારે મોર બોલ્યો, ઓ માધવ! એક વર્ષથી તમારું નામ જપતો હતો અને તમે મને પાણી પણ આપ્યું નહીં, આજે રાધે-રાધે બોલ્યો ત્યાં દોડતા આવી ગયા.

રાધાનું નામ જપવું સૌભાગ્યનું નામ

મોરની વાત સાંભળીને કૃષ્ણજીએ કહ્યું, મેં તમને પીવા માટે ક્યારેય પાણી આપ્યું નથી, જે મેં પાપ કર્યું છે. પણ તમે રાધાનું નામ લીધું, તે તમારું સૌભાગ્ય છે. તેથી, હું તમને એક વરદાન આપું છું કે જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી તમારા પંખ હંમેશાં મારા માથા પર શોભશે. વળી, કોઈપણ ભક્ત જે રાધાનું નામ લેશે તે પણ મારા માથા પર રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો