એપશહેર

શું તમને ખબર છે શા માટે નંદીના કાનમાં કહેવામાં આવે છે મનોકામના?

જાણો આખરે કોણ હતા નંદી અને શા માટે તેની મૂર્તિને શિવ મંદિરમાં ભગવાન શિવની સામે જ મુકવામાં આવે છે. અને જે પણ લોકો શિવજીના આ મંદિરમાં જાય છે એ પોતાની મનોકામના નંદીના કાનમાં કહે છે. કારણકે નંદી ભક્તોની મનોકામના સીધીજ શિવજી પાસે પહોચાડે છે. પરંતુ શું તમે જાણો છો નંદીને શા માટે શિવજીની સામે જ સ્થાન આપવામાં આવ્યું છે? અને શા માટે લોકો શિવજીને નહિ પરંતુ નંદીને પોતાની મનોકામના જણાવે છે? ખરેખર તેની પાછળ એક કથા જોડાયેલી છે જે આ પ્રકારે છે...

I am Gujarat 28 Jul 2020, 9:17 am

I am Gujarat why people say wishes in to nandi ear at shiva temple this is reason behind
શું તમને ખબર છે શા માટે નંદીના કાનમાં કહેવામાં આવે છે મનોકામના?

આવી છે માન્યતા

ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશાં સમાધિમાં રહે છે. એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઇ વિઘ્ન ન આવે, એટલા માટે નંદી જ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાના કારણે લોકો નંદીને મનોકામના જણાવે છે.

કોણ છે નંદી ?

શિલાદ નામના એક મુનિ હતાં, જે બ્રહ્મચારી હતાં. વંશ સમાપ્ત થતો જોઇને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું. શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માંગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા, ત્યારે તેમને એક બાળક મળ્યું. શિલાદે તેનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્રા અને વરૂણ નામના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યાં. તેમણે જણાવ્યું કે, નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો. પ્રસન્ન થઇને ભગવાન શિવ પ્રકટ થયા અને કહ્યું કે, તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઇ શકે? આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ પણ બનાવી લીધો.

નંદીના કાનમાં મનોકામના કહેવાના નિયમ

1. નંદીના કાનમાં મનોકામના કહેતી વખતે ધ્યાન રાખવું કે તમારી વાત કોઈ અન્ય ન સાંભળે.

2. નંદીના કામનમાં મનોકામના બોલો ત્યારે મોં પાસે હાથ રાખવો જેથી તમે કંઈ બોલો છો તે અન્ય જોઈ ન શકે.

3. મનોકામનામાં અન્યનું ખરાબ થાય તેવું ન માંગવું.

4. નંદીને મનોકામના કહો તે પહેલા તેની પૂજા જરૂરથી કરવી.

5. મનોકામના કહ્યા બાદ નંદી સમક્ષ ભેટ જરૂરથી ધરાવવી.

6. આમ તો તમે કોઈપણ કાનમાં વાત કહી શકો છો પરંતુ ડાબા કાનમાં મનોકામના કહેવાનું અધિક મહત્વ છે

Read Next Story