એપશહેર

સોનાનો શણગારઃ સાળંગપુર હનુમાનજીને 6.5 કરોડ રૂપિયાના સુવર્ણ-હીરા જડિત વસ્ત્રો અર્પણ

હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે

I am Gujarat 13 Nov 2020, 8:26 pm
દિવાળી પર્વને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાન દાદાને 8 કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે. યજ્ઞ સહિત દાદાને અન્નકોટ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાશે.
I am Gujarat 8 kg gold vagha to be doanted to sarangpur hanuman
સોનાનો શણગારઃ સાળંગપુર હનુમાનજીને 6.5 કરોડ રૂપિયાના સુવર્ણ-હીરા જડિત વસ્ત્રો અર્પણ


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ગામ અને સાળંગપુર માં આવેલ વિશ્વ વિખ્યાત હનુમાનજી દાદા નું આ કષ્ટભજન મંદિર કે જ્યાં હજારો, લાખો ની સંખ્યામાં અહીં દાદા ના દર્શન કરવા ભક્તો આવતા હોય છે. આ વર્ષે કાળી ચૌદસના દિવસે બપોર બાદ દિવાળીનો દિવસ શરૂ થતો હોય ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન,દીપોત્સવ સંધ્યા આરતી અને રાત્રે આતશબાજીનું આયોજન કરવામાં આવશે.

સુવર્ણ વાઘામાં 8 KG જેટલું સુવર્ણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. લગભગ આ વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતા 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે. સુવર્ણ વાઘાને તૈયાર કરવામાં 22 જેટલા મુખ્ય ડીઝાઇનર આર્ટીસ્ટ સાથે મળી 100 જેટલા સોનીઓએ કામ કર્યું છે.

Read Next Story