એપશહેર

મહાદેવનું અનોખું મંદિર અહીં પથ્થરોને થપથપાવતાં આવે છે ડમરુનો અવાજ

ભારતના ચમત્કારીક મંદિરોમાં જટોલીનું શિવ મંદિર પણ છે અહીં પથ્થરોને થપથપાવતાં ડમરુનો અવાજ આવે છે તો અહીંના પાણીથી ઘણા રોગ પણ મટે છે.

I am Gujarat 2 Aug 2021, 5:38 pm
આપણા દેશમાં રહસ્યમય મંદિરોની કોઈ કમી નથી. ક્યાંક મંદિર હવામાં ઝૂલતા થાંભલાઓ પર ટક્યા છે, અને ક્યાંક ગરમ પર્વત પર પણ એસી જેવી ઠંડી હવા ફૂંકાય છે. એટલે કે, આશ્ચર્યજનક મંદિરોની સારી એવી યાદી છે. અહીં અમે આવા જ એક અનોખા શિવ મંદિરની કહાની જણાવી રહ્યા છીએ. જે 39 વર્ષમાં પૂર્ણ થયું હતું. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે ભોલે બાબા પોતે આ સ્થળે આવ્યા હતા. તો ચાલો જાણીએ આ મંદિર વિશે વિગતવાર… ..
I am Gujarat lord shiva temple where punch on stone produces a damru like sound
મહાદેવનું અનોખું મંદિર અહીં પથ્થરોને થપથપાવતાં આવે છે ડમરુનો અવાજ

સાપ્તાહિક રાશિફળ 2થી 8 ઓગસ્ટઃ પહેલા અઠવાડિયામાં 6 રાશિનું ભાગ્ય બદલાશે
અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તે હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત છે. તેને એશિયાનું સૌથી ઊંચુ શિવ મંદિર પણ માનવામાં આવે છે. દક્ષિણ-દ્રવિડ શૈલીમાં બનેલા આ મંદિરનું નામ જટોલી શિવ મંદિર છે. આ મંદિરની ઊંચાઈ લગભગ 111 ફૂટ છે. આ મંદિરમાં પથ્થરો ફેંકવા પર ડમરુ જેવો અવાજ આવે છે.

એવું માનવામાં આવે છે કે પૌરાણિક કાળમાં ભોલે બાબા પણ અહીં આવ્યા હતા અને થોડો સમય રોકાયા હતા. બાદમાં 1950ના દાયકામાં સ્વામી કૃષ્ણાનંદ પરમહંસ નામના બાબા અહીં આવ્યા હતા. જેમના માર્ગદર્શનમાં જટોલી શિવ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. તેમણે વર્ષ 1974 માં આ મંદિરનો પાયો નાખ્યો હતો. જોકે તેમણે 1983 માં સમાધિ લીધી હતી, મંદિરનું નિર્માણ કાર્ય અટક્યું ન હતું. તેનું કામ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર થવામાં લગભગ 39 વર્ષ લાગ્યા.
ઓગસ્ટ 2021 માસિક રાશિફળઃ જુઓ આ મહિનામાં તમારા ભાગ્યના સિતારા શું કહે છે?
એવું માનવામાં આવે છે કે જટોલીમાં પાણીની સમસ્યા હતી. જેનાથી રાહત મેળવવા માટે સ્વામી કૃષ્ણાનંદ પરમહંસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તીવ્ર તપસ્યા કરી હતી. આ પછી ત્રિશૂળની મદદથી જમીનમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું. ત્યારથી આજ સુધી જટોલીમાં ક્યારેય પાણીની સમસ્યા આવી નથી. એટલું જ નહીં, એવું કહેવામાં આવે છે કે આ પાણી પીવાથી ગંભીર રોગો પણ મટી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો