એપશહેર

કોવિડ 19 : ઑસ્ટ્રેલિયાના આ આઠ ક્રિકેટરોએ ટાળવા પડ્યા લગ્ન

Shailesh Thakkar | Agencies 4 Apr 2020, 6:02 pm
નવી દિલ્હી: કોવિડ-19 મહામારીની એક તરફ મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ પર પડ્યો છે તો બીજી તરફ અંતગ જીંદગીઓ પણ આનાથી પર પ્રભાવિત થઈ રહી છે. આવામાં ઑસ્ટ્રેલિયાના 8 એવા ક્રિકેટર છે જેમના લગ્ન પર આ ઘાતક વાયરસ પડી છે અને તેમને આને સ્થગિત કરવા પડશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોચીનથી ફેલાયેલા આ ખતરનાક વાયરસને WHOએ મહામારી ઘોષિત કરી છે અને આના પ્રકોપથી બચાવ તરીકે ટૉક્યો ઓલિમ્પિક, યૂરો કપ, આઈપીએલ, ફીફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ જેવી મોટી-મોટી ટૂર્નામેન્ટ સ્થગિત છે. વેબસાઈટ ક્રિકઈન્ફોના એક રિપોર્ટ અનુસાર, ઑસ્ટ્રેલિયાના યુવા સ્પિનર એડમ ઝેમ્પા સહિત 8 ક્રિકેટરોના કોરોના વાયરસના કારણે પોત-પોતાના લગ્ન સ્થગિત કરવા પડ્યા છે.ઑસ્ટ્રેલિયાના પેસર જેક્સન બર્ડ, એન્ડ્ર્યૂ ટાઈ, ડાર્સી શોર્ટ, જેસ જૉનાસન, કેટલિન ફ્રેટ, એલેસ્ટર મેકડરમૉટ અને મિશેલ સ્વેપ્સને પોત-પોતાની સ્થગિત કરવા માટે મજબૂત થવું પડી રહ્યું છે. ક્રિકેટ શેડ્યૂલના કારણે ઑસ્ટ્રેલિયામાં મોટાભાગના ક્રિકેટર એપ્રિલમાં જ લગ્ન કરે છે. આ દરમિયાન ક્રિકેટ સિઝન પણ ખતમ થઈ રહી હોય છે.ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને પેસર પેટ કમિન્સ પણ પોત-પોતાના લગ્ન કોવિડ-19ને કારણે અત્યાર પૂરતા ટાળી શકે છે. મેક્સવેલે તાજેતરમાં જ ભારતીય મૂળની પોતાની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે સગાઈ કરી હતી. ગત મહિને જ કમિન્સે પણ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈની ઘોષણા કરી હતી. કમિન્સની ફિયોન્સે બેકી બોસ્ટન ઈગ્લેન્ડથી છે જ્યાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ ખરાબ છે.પેસર પેટ કમિન્સ અને મેક્સવેલને IPLની 13મી સીઝન માટે કિંગ્સ ઈલેવન પંજાબે હરાજીમાં ખરીદ્યા હતા. કમિન્સ 15.5 કરોડ તો મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયા હતા.કોરોનાને કારણે દુનિયાભરમાં 10 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને ઑસ્ટ્રેલિયામાં પણ સ્થિતિ ઘણી ખરાબ છે. ઘણા પ્રાંતોમાં તો લૉકડાઉન ઘોષિત કરી દેવાયુ છે અને લોકોના એકઠાં થવા પર રોક લગાવી દેવાઈ છે. નિયમો અનુસાર જો આવામાં કોઈ લગ્ન કરે છે તો કાર્યક્રમમાં પાંચથી વધુ લોકો શામેલ થઈ શકતા નથી. આ જ કારણે ક્રિકેટરો પાસે પોત-પોતાના લગ્ન કેન્સલ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો