એપશહેર

સંન્યાસની જાહેરાત બાદ ધોની-રૈનાનો પહેલો વીડિયો સામે આવ્યો, ચેન્નઈ સુપર કિંગ્સે કર્યો શેર

I am Gujarat 16 Aug 2020, 12:05 pm
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (MS Dhoni Retires) 15મી ઓગસ્ટે સાંજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. હજુ સુધી ફેન્સ આ ખબરને સાંભળીને હેરાન થયા જ હતા કે થોડીવાર બાદ સુરેશ રૈનાએ પણ સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. બંને ખેલાડીઓ આ સમયે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કેમ્પમાં ચેન્નઈમાં છે.
I am Gujarat dhoni 8


19મી સપ્ટેમ્બરથી યુએઈ (IPL in UAE)માં યોજાનારા આઈપીએલની 13મી સીઝન પહેલા ચેન્નઈની ટીમ એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. ટીમના ખેલાડીઓ આ કેમ્પનો ભાગ છે. ધોનીએ શનિવારે પ્રેક્ટિસ બાદ ઈન્સ્ટાગ્રામ પર પોતાના સંન્યાસની જાહેરાત કરી. રવિવાર સવારે ચેન્નઈ સુપર કિંગ્સે એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ખેલાડીઓ એકબીજાને ગળે લગાવતા દેખાઈ રહ્યા છે. સાથે જ અન્ય ખેલાડીઓ પણ ઉપસ્થિત છે.


ધોની અને રૈનાના સંન્યાસની જાહેરાત બાદ આ બંનેનો સાથે આવેલો આ પહેલો વીડિયો છે. 14 ઓગસ્ટે ખેલાડીઓ ચેન્નઈ પહોંચ્યા અને 15મી ઓગસ્ટે તેમણે પ્રેક્ટિસ શરૂ કરી. આ વીડિયોમાં ટીમના બાકી ખેલાડી પણ નજર આવી રહ્યા છે. ધોની ટ્રેનિંગથી પાછા આવતો દેખાય છે. આ બાદ ધોની અને રૈના એકબીજાને ગળે લાગી રહ્યા છે. આ બાદ તમામ ખેલાડીઓ બસમાં બેસવા જતા દેખાઈ રહ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સે આ વીડિયો સાથે કેપ્શન આપ્યું છે, Two roads converged on a #yellow wood... આ સાથે જ પોસ્ટમાં ધોની અને રૈનીના જર્શી નંબર #73forever હેશટેગ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અચાનક ધોનીના સંન્યાસની ખબરથી ક્રિકેટ જગતથી લઈને બોલિવૂડ સુધીના સેલેબ્સ પણ ચોંકી ઉઠ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો