એપશહેર

હોસ્પિટલમાંથી કપિલ દેવને મળી રજા, ચેતન શર્માએ ટ્વીટ કરી આપી જાણકારી

કપિલ દેવને હાર્ટ એટેક આવ્યા બાદ શુક્રવારે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને હવે તેઓ સ્વસ્થ છે.

I am Gujarat 25 Oct 2020, 4:21 pm
મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર ચેતન શર્માએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. કપિલ દેવને હાર્ટ એટેક આવ્યા બાદ શુક્રવારે એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. છાતીમાં દુખાવો થતાં તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
I am Gujarat after successful angioplasty kapil dev discharged from hospital
હોસ્પિટલમાંથી કપિલ દેવને મળી રજા, ચેતન શર્માએ ટ્વીટ કરી આપી જાણકારી


ચેતન શર્માએ હોસ્પિટલના ડોક્ટર અતુલ માથુર સાથે કપિલની તસવીર પોસ્ટ કરી છે. ડોક્ટર માથુરે કપિલની એન્જીયોપ્લાસ્ટી કરી હતી. ચેતન શર્માએ ડિસ્ચાર્જ સમયે કપિલદેવનો ફોટો ટ્વીટ કર્યો હતો, જેમાં તેણે કેપ્શન આપ્યું હતું કે, 'ડોક્ટર અતુલ માથુરે કપિલ પાજીની એન્જીયોપ્લાસ્ટી કરી હતી. હવે તે સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી છે. '



આ પહેલા ચેતન શર્માએ હોસ્પિટલમાંથી કપિલ અને તેની દીકરીનો ફોટો ટ્વીટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે કપિલનું ઓપરેશન સફળ રહ્યું છે અને તેની હાલતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આ તસવીરમાં કપિલ દેવ બંને હાથે થમ્સ અપ બતાવી રહ્યા હતાં.



કપિલને હાર્ટ એટેક આવ્યા બાદ સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને અન્ય અનેક જાણીતા સેલેબ્સે તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. 1983માં ભારતનો પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન કપિલ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી સફળ બોલર છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો