એપશહેર

Asia Cup Final: Sri Lanka 8 તો Pakistan 10 વર્ષથી જોઈ રહ્યું છે ટ્રોફીની રાહ, આજે કોણ બાજી મારશે?

આજે એશિયા કપ 2022ની ફિનાલે ટ્રોફી માટે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે હાર્યા પછી શ્રીલંકાની ટીમે સતત જીત મેળવી છે અને ફાઈનલ સુધી પહોંચી શકી છે. શ્રીલંકા પાછલા આઠ વર્ષથી જ્યારે પાકિસ્તાન પાછલા દસ વર્ષથી એશિયા કપની ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. આજની મેચ બન્ને દેશો માટે મહત્વની છે.

Edited byZakiya Vaniya | TNN 11 Sep 2022, 1:14 pm
દુબઈ- Asia Cup 2022ની શરુઆત થઈ ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યુ હશે કે ફાઈનલ મેચ શ્રીલંકા અને પાકિસ્તાન (SL vs PAK) વચ્ચે રમાશે. કહેવામાં આવે છે કે રમતમાં ક્યારેય કોઈ ટીમને ઓછી આંકવાની ભૂલ ના કરવી જોઈએ, અહીં ગમે ત્યારે બાજી તમારા હાથમાંથી જઈ શકે છે. શ્રીલંકાએ પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે હારનો સામનો કર્યો હતો. પરંતુ ત્યારપછી સતત ચાર મેચ જીતીને ટીમ ફાઈનલ સુધી પહોંચી ગઈ. હવે શ્રીલંકાની ટક્કર પાકિસ્તાન સાથે થશે. પાછલા રેકોર્ડના સંદર્ભમાં વાત કરીએ તો પાકિસ્તાનની સ્થિતિ પ્રમાણમાં મજબૂત છે. પરંતુ શ્રીલંકાની ટીમની પ્રતિભાની પણ અવગણના ના કરવી જોઈએ. પાકિસ્તાને અંતિમ વાર 2012માં અને શ્રીલંકાએ 2014માં એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી હતી.
I am Gujarat pakistan vs Sri lanka
આજે ટ્રોફી માટે આમને સામને થશે શ્રીલંકા અને પાકિસ્તાન


Asia Cup: પાકિસ્તાની બેટર્સ રહ્યા ફ્લોપ, શ્રીલંકાનો પાંચ વિકેટે શાનદાર વિજય
ICC રેન્કિંગમાં પાકિસ્તાન દુનિયાની બીજા નંબરની ટીમ છે. શ્રીલંકા આ યાદીમાં આઠમા ક્રમાંક પર છે. આ પરથી બન્ને ટીમ વચ્ચેનું અંતર સ્પષ્ટ જણાય છે. આ જ વર્ષે શ્રીલંકાએ 16 ટી20 મેચમાં ભાગ લીધો હતો, તેમાંથી તેને છમાં જીત મળી શકી છે. 9 મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો અને એક મેચ ટાઈ રહી હતી. ટૂર્નામેન્ટમાં ટીમ અલગ જ સ્તરની ગેમ રમી રહી છે.

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 22 T22 મેચ રમાઈ છે. આ 22 મેચમાં બાબર આઝમની ટીમ 13 મેચ જીતી ચૂકી છે. શ્રીલંકાની ટીમ 9 જ મેચ જીતી શકી છે. પરંતુ આ સીરિઝમાં પાછલી ત્રણ મેચમાં પાકિસ્તાન સામે શ્રીલંકાએ વિજય મેળવ્યો છે. સુપર 4ની અંતિમ મેચમાં પણ દમદાર બોલિંગની મદદથી શ્રીલંકાએ પાકિસ્તાન ટીમને હરાવી દીધી હતી.

વિરાટ કોહલી તરફથી મળી ખાસ ભેટ, 1 કરોડમાં પણ વેચવા તૈયાર નથી પાકિસ્તાની ફેન
આજે ફાઈનલ મેચ દુબઈના મેદાન પર રમાશે અને અહીં ટોસની ભૂમિકા મહત્વની હોય છે. દુબઈમાં ટીમ ટોસ જીત્યા પછી કંઈ જ વિચાર્યા વગર બોલિંગ કરે છે અને બોલિંગ કરનારી ટીમની જીત લગભગ નિશ્ચિત હોય છે. T20 વર્લ્ડ કપ 2021થી લઈને અત્યાર સુધી માત્ર ત્રણ જ વાર બીજી ઈનિંગમાં બેટિંગ કરનારી ટીમ UAEમાં હારી છે. તેમાં સ્કોટલેન્ડ, હોંગકોંગ અને અફઘાનિસ્તાન સામેલ છે. શ્રીલંકાને આ ટૂર્નામેન્ટમાં તમામ જીત બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે જ મળી છે.

શ્રીલંકાના બેટ્સમેન અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. પાકિસ્તાન પાસે સતત 145+ કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરનારા બોલર્સ છે. હવે આ બન્ને પરિબળો આજની મેચનું પરિણામ નક્કી કરશે. પાકિસ્તાન અને શ્રીલંકા બન્ને દેશ એવા છે જે અત્યારે વિવિધ સંકટનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પૂરને કારણે ભારે તબાહી મચી છે જ્યારે શ્રીલંકા પર પણ રાજકીય સંકટ ઘેરાયું છે. તેવી સ્થિતિમાં આ બન્ને દેશના ખેલાડીઓ પોતાના દેશ માટે ટ્રોફી જીતી શકશે કે કેમ તે જોવાનું રહેશે.

Read Next Story