એપશહેર

INDvAUS વન-ડે: ઓસી.એ ભારતને જીત માટે આપ્યો 375 રનનો ટાર્ગેટ, ફિંચ-સ્મિથની સદી

I am Gujarat 27 Nov 2020, 1:29 pm
ઓસ્ટ્રેલિયા સામે ભારતની વન-ડે સીરિઝની પ્રથમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતી. ઓસી. ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 6 વિકેટ પર 374 રન બનાવ્યા છે. ભારતીય ટીમને સીરિઝની પહેલી મેચ જીતવા માટે નિર્ધારીત 50 ઓવરમાં 375 રન બનાવવાના રહેશે. જેમાં કેપ્ટન એરોન ફિંચ અને સ્ટીવ સ્મિથે શાનદાર સદી કરી હતી. બંને ખેલાડીઓની શાનદાર ઈનિંગ્સની મદદથી કાંગારૂ ટીમનો સ્કોર 350 રનને પાર પહોંચ્યો હતો.
I am Gujarat smith


ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ સારી રહી હતી અને પહેલી વિકેટ માટે વોર્નર અને ફિંચ વચ્ચે 156 રનની પાર્ટનરશિપ થઈ હતી. ડેવિડ વોર્નરે 76 બોલમાં 69 રનની ઈનિંગ્સ રમી હતી જ્યારે ફિંચે 124 બોલમાં 114 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે આ બાદ ક્રિઝ પર આવેલા સ્ટીવ સ્મિથે 66 બોલમાં વિસ્ફોટક 105 રનની તથા ગ્લેન મેક્સવેલે પણ 19 બોલમાં 45 રનની ઈનિંગ્સ રમી હતી.

ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી સફળ બોલર રહ્યો હતો. શમીએ 10 ઓવરમાં 59 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, સૈની તથા ચહલે 1-1 વિકેટ લીધી હતી. આજની મેચમાં ભારતીય ટીમન 1992ના વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમની નેવી બ્લૂ જર્સી પહેરીને મેદાનમાં ઉતરી છે. ભારતની ટીમમાં આજની મેચમાં મનીષ પાંડે, કુલદીપ યાદવ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, નટરાજન અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળી શકી નહોતી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
એરોન ફિંચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનસ, માર્નસ લબુચાને, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (વિકેટ કિપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવૂડ

ભારતની પ્લેઈંગ ઈલેવનશિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યઝુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો