એપશહેર

શુભમનના ફોટો પર યુવીની કોમેન્ટ, ખિસ્સામાંથી હાથ કાઢો મહારાજ!

શુભમન ગિલે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી જેમાં તે ખિસ્સામાં હાથ નાખીને ઊભેલો જોવા મળી રહ્યો છે. તેના પર ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તેને એક સલાહ આપી.

I am Gujarat 3 Dec 2020, 10:34 pm
નવી દિલ્હી: ભારતીય બેટ્સમેન શુભમન ગિલ ઘણા લાંબા સમય પછી આંતરાષ્ટ્રીય મેચ રમતો જોવા મળ્યો. તેણે કેનબેરામાં ઓસ્ટ્રેલિયા સામે સીરિઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 33 રન બનાવ્યા. તે પછી તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી, જેમાં તે ખિસ્સામાં હાથ નાખીને ઉભેલો જોવા મળી રહ્યો છે. તેના પર ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે તેને એક સલાહ આપી.
I am Gujarat Shubman Gill


પંજાબનો બેટ્સમેન ગિલ લગભગ એક વર્ષ પછી આંતરાષ્ટ્રીય મેચ રમતો જોવા મળ્યો. તેણે કેનબેરામાં 39 દડામાં 33 રન બનાવ્યા અને એક છગ્ગો લગાવ્યો. તે આ મેચમાં ઓપનિંગ કરવા ઉતર્યો અને એલબીડબલ્યુ આઉટ થઈ પેવેલિયન પાછો ફર્યો હતો. તેણે આ પહેલા ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં વન-ડે મેચ રમી હતી.

ભારતને સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો, પરંતુ ત્રીજી વન-ડે 13 રનથી જીતી લીધી. ગિલે મેચ પછી જીતની ખુશી ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી અને કેટલીક તસવીરો શેર કરી.
View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill)

આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમનારો ગિલ પહેલી તસવીરમાં કોહલીની સાથે ઊભો છે, જ્યારે બીજી તસવીરમાં ગિલ ટીમના સાથી ખેલાડીઓ સાથે થર્ડ અમ્પાયરના નિર્ણયની રાહ જોતો દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં તે ખિસ્સામાં હાથ નાખીને ઊભેલો દેખાઈ રહ્યો છે.

યુવરાજે આ તસવીર પર પંજાબીમાં કોમેન્ટ કરી, 'વિરાટ સાથે બેટિંગ ઘણી સારી રહી. મહારાજ, ખિસ્સામાંથી હાથ બહાર કાઢો, તમે ભારત માટે રમી રહ્યા છો, કોઈ ક્લબ માટે નહીં.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો