એપશહેર

INDvAUS: ત્રીજા દિવસના અંતે ઓસી.નો સ્કોર 6 વિકેટે 133 રન, મેલબોર્નમાં ભારત લેશે બદલો?

I am Gujarat 28 Dec 2020, 5:54 pm
મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચની રમતનો ત્રીજો દિવસ આજે ખતમ થયો. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ખરાબ સ્થિતિમાં દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમતના અંતે 6 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા. આ સાથે જ ઓસી ટીમે ભારતીય ટીમ પર 2 રનની લીડ મેળવી હતી. હાલમાં કેમરોન ગ્રીન (17 રન) અને પેટ કમિન્સ (15 રન) ક્રિઝ પર છે.
I am Gujarat match


આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત પાક્કી? રહાણેનો એક સંયોગ કરી રહ્યો છે ભવિષ્યવાણી

ભારતીય બોલર્સે ત્રીજા દિવસની રમતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને 1-1-1-1 વિકેટો મળી હતી. મેચ દરમિયાન અજિંક્ય રહાણેની કેપ્ટનશીપની પૂર્વ ક્રિકેટર્સ ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો: રહાણેએ રચ્યો ઈતિહાસ, મેલબોર્નમાં 72 વર્ષ બાદ ભારતીય બેટ્સમેને કરી કમાલ

ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોની વાત કરીએ તો મેથ્યૂ વેડે 40 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે જો બર્ન્સ 0 રને આઉટ થઈ ગયો હતો. માર્નસ લબુચાને 28 રન જ્યારે સ્ટીવ સ્મિથ 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ટ્રેવિસ હેડ 17 અને કેપ્ટન ટિમ પેઈન 1 રન જ બનાવી શક્યો હતો.

આ પણ વાંચો: બીજી ટેસ્ટઃ ભારતનું શાનદાર પ્રદર્શન, પરંતુ કેમ ઉડી રહી છે કોહલીની મજાક?

ત્રીજા દિવસે ભારતીય ટીમે પોતાની રમત 5 વિકેટના નુકસાને 277 રનથી શરૂ કરી હતી. જોકે ભારતીય ટીમ 36 રન જ વધારે જોડી શકી અને ઓલઆઉટ થઈ ગઈ. અજિંક્ય રહાણેએ 112 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. જ્યારે જેમાં રવિન્દ્ર જાડેજાએ 57 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શુભમન ગિલે પહેલી ઈનિંગ્સમાં 45 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

રહાણેની 12મી ટેસ્ટ સદીરહાણેએ મેલબોર્ન ટેસ્ટમાં બીજા દિવસે સદી ફટકારી છે. આ રહાણેની 12મી ટેસ્ટ સદી હતી. જેમાં તેણે 11 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રહાણે મેલબોર્નમાં સદી ફટકારનારો બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકરે આ જ મેદાન પર 1999-2000માં સદી ફટકારી હતી.

Read Next Story