એપશહેર

INDvAUS ટેસ્ટ: પ્રથમ ઈનિંગ્સમાં ઓસી. 338 રને ઓલઆઉટ, સ્મિથની શાનદાર સદી

I am Gujarat 8 Jan 2021, 9:28 am
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ચ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરનાર ઓસી. ટીમે 105.4 ઓવરમાં 338 રન બનાવ્યા છે. જેમાં સ્ટીવ સ્મિથે શાનદાર સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે રમતની શરૂઆત 166 રને 2 વિકેટના નુકસાનથી કરી હતી. જ્યારે ભારતીય બોલર્સે પણ બીજા દિવસની રમતના અંતે સારું કમબેક કર્યું હતું અને 8 વિકેટ ઝડપી હતી.
I am Gujarat ind


સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે સ્ટીવ સ્મિથે 131 રન બનાવીને ટીમને મહત્વપૂર્ણ સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. તે રવિન્દ્ર જાડેજાના થ્રોમાં રન આઉટ થયો હતો. જ્યારે માર્નસ લબુચાનેએ 91 રન બનાવીને જાડેજાનો શિકાર બન્યો હતો તથા પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલા વિલ પુકોવસ્કીએ 62 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને નવદીપ સૈનીની ઓવરમાં આઉટ થયો હતો.

ભારતીય બોલર્સની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ મેચની પહેલી ઈનિંગ્સમાં સૌથી વધારે 18 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નવદીપ સૈની અને જસપ્રીત બુમરાહને 2-2 વિકેટ મળી હતી અને મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી. રવિચંદ્રન અશ્વિન થોડો ઓછો અસરદાર રહ્યો હતો અને તેને એકપણ વિકેટ મળી શકી નહોતી.

Read Next Story