એપશહેર

ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં નવી જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા, ધવને શેર કર્યો ફોટો

ટીમ ઈન્ડિયાની આ નવી જર્સી 80ના દાયકામાં ભારતીય ટીમ જે જર્સી પહેરતી હતી તેના જેવી જ છે

I am Gujarat 24 Nov 2020, 5:40 pm
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને નવી જર્સી મળી છે. ટીમના ઓપનર શિખર ધવને આ નવી જર્સીમાં તસવીર ટ્વિટર પર શેર કરી છે. તેણે લખ્યું - નવી જર્સી, નવો ઉત્સાહ અમે તૈયાર છીએ…. આ જર્સી 80ના દાયકામાં હતી તેના જેવી લાગી રહી છે.
I am Gujarat australia vs india 2020 opner shikhar dhawan posts selfie with team india new retro jersey
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં નવી જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા, ધવને શેર કર્યો ફોટો


આ જર્સીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઉતરશે. ભારતીય ટીમની જર્સીનો રંગ નેવી બ્લુ છે અને તેનું લોઅર પણ આ જ રંગનું હશે. ભારતીય ટીમે 80ના દાયકામાં સમાન રંગની જર્સી પહેરી હતી. 1992ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા પણ આ જ જર્સીમાં જોવા મળી હતી.

નોંધનીય છે કે તાજેતરમાં ટીમ ઇન્ડિયાને નવા કિટ સ્પોન્સર મળ્યા છે. ટીમ ઇન્ડિયાની કિટ સ્પોન્સર હવે ઓનલાઇન ગેમ કંપની એમપીએલ છે, જેનો જર્સી પર લોગો પણ છે. આ પહેલા ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર નાઇકી હતી. એમપીએલ બીસીસીઆઈને દરેક મેચ માટે 65 લાખ રૂપિયા આપશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ
વનડે શ્રેણીની પહેલી મેચ 27 નવેમ્બરના રોજ રમાશે. બીજી વનડે 29 નવેમ્બર અને ત્રીજી વનડે 2 ડિસેમ્બરે યોજાશે. આ પછી 4 ડિસેમ્બરે પ્રથમ ટી 20, બીજી 6 ડિસેમ્બરે અને ત્રીજી ટી 20 આઠ ડિસેમ્બરે રમાશે. આ પછી 17 ડિસેમ્બરે ટેસ્ટ શ્રેણીની શરૂઆત થશે. આ પહેલ ટેસ્ટ ડે-નાઇટ એડિલેડમાં થશે. બીજી ટેસ્ટ 26 ડિસેમ્બરે, ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીએ અને ચોથી ટેસ્ટ 15 જાન્યુઆરીએ યોજાશે.

Read Next Story