એપશહેર

Australia Vs India: પહેલી ટેસ્ટ માટે પ્લેઈંગ-XI, સાહા વિકેટકીપર, કેએલ રાહુલ બહાર

પહેલી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, આગામી મેચથી વિરાટની પેટરનિટી લીવ દરમિયાન ટીમની કમાન રહાણે સોંપવામાં આવી શકે છે.

I am Gujarat 16 Dec 2020, 2:28 pm
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ સીરિઝની પહેલી મેચ માટે ભારતની પ્લેઈંગ-XI બુધવારે જાહેર કરી દીધી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે સીરિઝની આ પહેલી મેચમાં રિદ્ધિમાન સાહાને જ વિકેટકીપિંગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે યુવા ખેલાડી પૃથ્વી શોને પણ સ્થાન મળ્યું છે, જ્યારે કેએલ રાહુલને બહાર રાખવામાં આવ્યો છે. અગાઉ રમાયેલા વનડે અને T20 સીરિઝમાંથી બન્ને ટીમોએ એક-એકમાં જીત મેળવી છે. હવે જોવાનું એ રહ્યું કે શું ભારતીય ટીમ પોતાનું ફોર્મ જાળવી રાખે છે કે કેમ, શરુઆતની મેચ બાદ વિરાટ કોહલીની ગેરહારીમાં ટીમનું સુકાન રહાણેના હાથમાં સોંપવામાં આવી શકે છે.
I am Gujarat australia vs india test match bcci declared playing xi for first border gavaskar test
Australia Vs India: પહેલી ટેસ્ટ માટે પ્લેઈંગ-XI, સાહા વિકેટકીપર, કેએલ રાહુલ બહાર


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા બુધવારે પહેલી ટેસ્ટ મેચ કે જે 17 ડિસેમ્બરે એડિલેડ ઓવલમાં શરુ થઈ રહી છે તેના માટે પ્લેઈંગ-XIની જાહેરાત કરી દીધી છે. આ વિદેશી ધરતી પર ભારતની પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે.


ભારતે વનડે સીરિઝમાં મળેલી હારનો બદલો T20 સીરિઝ જીતીને ચૂકવી દીધો પરંતુ હવે ટેસ્ટ સીરિઝ રમાવાની છે. બન્ને ટીમો વચ્ચે 4 ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે જે આવતીકાલથી શરુ થશે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી શરુઆતની ટેસ્ટ રમશે પછી તેઓ પેટરનિટી લીવ પર સ્વદેશ પરત ફરવાના છે.

બોલર્સની વાત કરીએ તો સ્પિનર રવિચંદ્રન અશ્વિન સિવાય ત્રણ પેસર્સને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. આ મેચમાં ઋષભ પંતની જગ્યાએ રિદ્ધિમાન સહા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

આ પહેલા ભારતીય ટીમે ટેસ્ટ સીરિઝની તૈયારી માટે ત્રણ વનડે મેચની પ્રેક્ટિસ કરી. વિરાટ કોહલી બીજી ડે-નાઈટ વોર્મ-અપ મેચમાં બહાર બેઠા હતા, રહાણેએ ટીમનું નેતૃત્વ કર્યું જેમાં હનુમાન વિહારી અને ઋષભ પંચે સદી લગાવી હતી. પ્લેઈંગ-XIમાં હનુમા વિહારી સિવાય શુભમન ગિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

Read Next Story