એપશહેર

ભારતીય ટીમમાં સંજૂ સેમસનના ભવિષ્ય અંગે આવ્યું મોટું અપડેટ, ગાંગુલીએ કહી આ વાત

Sanju Samson: તિરુવનંતપુરમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચ અગાઉ વાત કરતા ગાંગુલીએ જણાવ્યું હતું કે, સંજૂ સેમસન સારું રમી રહ્યો છે. તે ભારત માટે ટી20 વર્લ્ડ કપ ચૂકી ગયો છે. તે ભારતીય ટીમના પ્લાનમાં છે. હવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વન-ડે સીરિઝમાં તે ટીમનો ભાગ છે.

Edited byચિંતન રામી | I am Gujarat 29 Sep 2022, 3:17 pm

હાઈલાઈટ્સ:

  • વિકેટકીપર બેટર સંજૂ સેમસનને ટી20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી
  • સંજૂ સેમસન આઈપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમનો સુકાની છે
  • બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સંજૂ સેમસન અંગે મોટી વાત જણાવી છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat sanju samson2
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ટી20 વર્લ્ડ કપની જાહેરાત થઈ ત્યારે એક મોટી ચર્ચા પણ શરૂ થઈ હતી. આ ટીમમાં સંજૂ સેમસન (Sanju Samson)ને સામેલ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે ક્રિકેટપ્રેમીઓ અને એક્સપર્ટ્સે પણ સવાલો ઉઠાવ્યા હતા. તમામ લોકોનો સવાલ હતો કે હવે ભારતીય ટીમમાં સંજૂ સેમસનનું ભવિષ્ય શું છે. જોકે, લાગી રહ્યું છે કે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)નો સુકાની હજી પણ 'ભારતીય ટીમના પ્લાન'માં છે. જેની પુષ્ટી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જ કરી છે. આ સાથે ગાંગુલી (Sourav Ganguly)એ સાઉથ આફ્રિકા વિરુદ્ધ આગામી વન-ડે સીરિઝમાં પણ તેની પસંદગીની જાણકારી આપી હતી.
તિરુવનંતપુરમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચ અગાઉ વાત કરતા ગાંગુલીએ જણાવ્યું હતું કે, સંજૂ સેમસન સારું રમી રહ્યો છે. તે ભારત માટે ટી20 વર્લ્ડ કપ ચૂકી ગયો છે. તે ભારતીય ટીમના પ્લાનમાં છે. હવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વન-ડે સીરિઝમાં તે ટીમનો ભાગ છે. તેણે આઈપીએલ ફ્રેન્ચાઈઝીમાં સારું પ્રદર્શન કર્યું છે અને તે સુકાની પણ છે.

નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને ટી20 વર્લ્ડ કપ રમવાનો છે. બીસીસીઆઈ એ તે માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. હાલમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ટી20 સીરિઝ રમી રહી છે. જેની પ્રથમ મેચ બુધવારે રમાઈ હતી જેમાં રોહિત શર્માની ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા વિજય નોંધાવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. અગાઉ ભારતે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ ટી20 મેચની સીરિઝ 2-1થી જીતી લીધી હતી. જોકે, ટી20 વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમ માટે ડેથ ઓવર્સ બોલિંગ ચિંતાનો વિષય છે. તેથી તેમાં સુધારો કરવા માટે સાઉથ આફ્રિકા સામેની સીરિઝ ઉત્તમ તક છે. ટી20 સીરિઝ બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝ રમાશે.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story