એપશહેર

ભારત સામેની સીરિઝ પહેલા સ્ટોક્સનો ધડાકો, ક્રિકેટમાંથી લીધો અચોક્કસ મુદતનો બ્રેક

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી પાંચ ટેસ્ટ ક્રિકેટ મેચની સીરિઝની શરૂઆત થશે

I am Gujarat 30 Jul 2021, 11:43 pm

હાઈલાઈટ્સ:

  • ઈંગ્લેન્ડના ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા ક્રિકેટમાંથી બ્રેક લીધો છે
  • ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે કે તે સ્ટોક્સના નિર્ણયનું સમર્થન કરે છે
  • કોરોના કાળમાં ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat ben stokes16
ભારત વિરુદ્ધ 4 ઓગસ્ટથી ઘરઆંગણે શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ ક્રિકેટ મેચની સીરિઝ અગાઉ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સે ક્રિકેટમાંથી અચોક્કસ મુદતનો બ્રેક લીધો છે. સ્ટોક્સે પોતાના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સ્ટોક્સે પોતાની આંગળીને આરામ આપવા માટે પણ બ્રેક લીધો છે. સ્ટોક્સ આ મહિનાની શરૂઆતમાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછો ફર્યો હતો પરંતુ તેની આંગળીની ઈજા હજી સંપૂર્ણ પણે સારી થઈ નથી.
શ્રીલંકન બોર્ડનું આકરું વલણઃ બાયો બબલ તોડનારા ત્રણ ક્રિકેટર્સ પર લગાવ્યો પ્રતિબંધકોરોના કાળમાં ક્રિકેટર્સના માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો છે. ખેલાડીઓ લાંબો સમય સુધી બાયો-બબલમાં રહેવું પડે છે. ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના મેનેજિંગ ડાયરેક્ટર એશ્લે જાઈલ્સે જણાવ્યું હતું કે, બેન સ્ટોક્સે પોતાના માનસિક સ્વાસ્થ્યને વ્યક્ત કરીને ગજબની હિંમત દાખવી છે. અમારી સૌથી મોટી પ્રાથમિકતા અમારા લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે તે છે અને તે આગળ પણ ચાલું જ રહેશે.
ટીમ ઈન્ડિયા કોરોનાની ઝપેટમાં, કૃણાલ પંડ્યા બાદ વધુ બે ખેલાડી પોઝિટિવજાઈલ્સે જણાવ્યું હતું કે, બેન સ્ટોક્સને શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ પણે ફિટ થાય તે માટે પૂરતો સમય આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, બેન સ્ટોક્સને જેટલો સમય જોઈશે તેટલો સમય આપવામાં આવશે. તે ભવિષ્યમાં ફરીથી ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમતો જોવા માટે આતુર છીએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો