એપશહેર

દિનેશ કાર્તિક તોડવા માગે છે ક્રિકેટની પરંપરા, જણાવ્યો પોતાનો ફ્યૂચર પ્લાન

ભારતીય ક્રિકેટરો સામાન્ય રીતે નિવૃત્તિ પછી કોમેન્ટ્રીના ફિલ્ડમાં આવતા હોય છે. પરંતુ ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિકે એક્ટિવ ક્રિકેટ રમવાની સાથે-સાથે કોમેન્ટ્રી પણ શરૂ કરી દીધી છે.

I am Gujarat 7 Jul 2021, 10:52 pm
નવી દિલ્હી: ભારતમાં કોમેન્ટરીને નિવૃત્તિ લીધા પછી વિકલ્પના રૂપમાં જોવામાં આવે છે પરંતુ ક્રિકેટર દિનેશ કાર્તિક આ માન્યતાને બદલવા માગે છે. ગત મહિને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં કોમેન્ટ્રી બોક્સમાં નવી એન્ટ્રી દરમિયાન તેનું સરળ છતાં સચોટ આંકલન બધાને પસંદ આવ્યું હતું. ભારતીય ક્રિકેટમાં સામાન્ય રીતે નિવૃત્તિ પછી જ કોમેન્ટ્રેટર બનવાની પરંપરા છે, પરંતુ ભારતીય વિકેટકીપર બેટ્સમેને એક્ટિવ ક્રિકેટ રમવાની સાથે-સાથે કોમેન્ટ્રી પણ શરૂ કરી દીધી છે.
I am Gujarat Dinesh Karthik

સૌરવ ગાંગુલી સામે બોલિંગ કરી ચૂકેલો ક્રિકેટર દાળ-પૂરી વેચવા મજબૂર
કાર્તિકે કહ્યું કે, માઈક્રોફોન પર વાત કરવું ક્રિકેટ રમવા કરતા ક્યાંય વધુ સહેલું છે, પરંતુ તેમાં અલગ જ પડકારો છે. તેના માટે માઈકલ આથરટન અને નાસિર હુસેન જેવા અનુભવી કોમેન્ટરોની સાથે રમતની ચર્ચા કરવી ઘણી સારી રહી. સોશિયલ મીડિયા પર પણ 36 વર્ષના આ ભારતીય વિકેટકીપર બેટ્સમેનની કોમેન્ટરીની પ્રશંસા થઈ.
દિનેશ કાર્તિકની 'પાડોશીની પત્ની' કોમેન્ટથી થયો વિવાદ, હવે માંગી માફી
કાર્તિકે હસતા-હસતા કહ્યું કે, 'હકીકતમાં, હું એ ફાઈનલમાં ડેબ્યુ કરનારો એકમાત્ર વ્યક્તિ હતો.' તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટરાઈડર્સ માટે રમવા સંયુક્ત આરબ અમીરાત જતા પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી દરમિયાન પણ કોમેન્ટેટરની ભૂમિકા ભજવતો જોવા મળશે.

કાર્તિકે કહ્યું કે, 'મેં તે (કોમેન્ટ્રી) કરી અને તે ઘણી સારી રહી. મને કોમેન્ટ્રી કરવાની તક મળી અને મેં તે કરવાનો નિર્ણય લઈ લીધો. મનમાં હતું કે ગેમ વિશે જે થોડું જાણું છું તે બોલવાનું છે.'

ભારતીય વિકેટકીપરે કહ્યું કે, ' બાસ્કેટબોલ અને ફૂટબોલ બીજી ઘણી રમતો છે, જેમાં હાલમાં રમતા ખેલાડીઓ જ્યારે રમતા ન હોય ત્યારે ઓન એર થતા હોય છે. તાજેતરમાં જ શ્રીલંકા-ઈંગ્લેન્ડ ટી-20 મેચ દરમિયાન જેમ્સ એન્ડરસને બીબીસી માટે કોમેન્ટ્રી કરી હતી. આમ, તે સામાન્ય બાબત છે. માત્ર ભારતમાં જ તેને એ રીતે (નિવૃત્તિ પછીનું ફીલ્ડ) જોવાય છે.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો