એપશહેર

'ધોનીએ ઝિવાને નહોતી જોઈ', મહત્વપૂર્ણ સીરિઝમાં પેટરનિટી લીવને લઈને ફેન્સનો કોહલીને સવાલ

I am Gujarat 12 Nov 2020, 3:19 pm
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં છેલ્લી ત્રણ મેચોમાં ઉપસ્થિત નહીં હોય. BCCIના પ્રેસ રિલીઝમાં આ ખબર કન્ફર્મ કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, કોહલી આ દરમિયાન ભારત પાછો આવી જશે અને બોલિવૂડ એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્મા પહેલા સંતાનની ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે.
I am Gujarat virat


બીસીસીઆઈની પ્રેસ રિલીઝમાં કહેવાયું છે કે, મિસ્ટર. વિરાટ કોહલીએ અમને જણાવ્યું છે કે એડિલેડમાં પહેલી ટેસ્ટ બાદ તેનો પ્લાન ભારતમાં પાછા આવવાનો છે. બીસીસીઆઈએ ભારતીય ટીમના કેપ્ટનને પેટરનિટી લીવ આપી દીધી છે. તે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાા સામેની ટેસ્ટ રમીને પાછો ફરશે.

આ સમાચાર સાંભળીને ક્રિકેટ ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતા. કેટલાક ફેન્સે પરિવારના આ સમયમાં તેની સાથે રહેવાની વાતનો બચાવ કર્યો હતો. આ સમાચાર શેર રતા હર્ષા ભોગલેએ ટ્વીટર પણ જણાવ્યું હતું કે, ક્રિકેટરની ગેરહાજરીમાં ટૂર થોડી મુશ્કેલ બનશે.

જોકે દેશ પહેલા પરિવારને પસંદ કરવા પર સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ બે ગ્રુપમાં વહેંચાઈ ગયા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયામાં 2015ના વર્લ્ડકપને વધારે પ્રાધાન્ય આપ્યું હતું અને સાક્ષી સાથે નહોતો રહ્યો.

ઝિવાનો જન્મ ઓસ્ટ્રેલિયા સામે ભારતની ફાઈનલ વોર્મ-અપ ગેમના બે દિવસ પહેલા 6 ફેબ્રુઆરી 2015માં થયો હતો. આ સમયે મીડિયા દ્વારા ધોનીને પૂછવામાં આવ્યું હતું કે ઝિવાના જન્મ સમયે શું તે ભારતમાં પરિવાર સાથે રહેવાનું મિસ કરી રહ્યો છે? જેના જવાબમાં ધોનીએ કહ્યું હતું, ખરેખર નહીં. ધોનીએ વધુમાં કહ્યું હતું કે, હું અત્યારે નેશનલ ડ્યુટી પર છું આથી હું વિચારું છું કે બાકી બધી વસ્તુ રાહ જોઈ શકે છે. વર્લ્ડકપ ખૂબ જ મહત્વપૂર્ણ કેમ્પેઈન છે.

સોશિયલ મીડિયા પર ફેન્સ હવે કોહલીની સરખામણીએ ધોનીના આ બલિદાનની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે, દેશ સેવાથી પહેલા કોઈ વસ્તુ ન આવી શકે. જ્યારે કેટલાક ફેન્સ કોહલીના આ નિર્ણયને 'પર્સનલ નિર્ણય' ગણાવી રહ્યા છે.



Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો