એપશહેર

પોતાની ઈજાને લઈને થયેલા વિવાદ અંગે રોહિતે પ્રથમ વખત તોડ્યું મૌન, કહી મહત્વની વાત

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર રોહિત શર્માએ પોતાની હામસ્ટ્રિંગની ઈજા વિશે પ્રથમ વખત વિગતાવાર વાત કરી

I am Gujarat 21 Nov 2020, 4:58 pm
નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી રોહિત શર્માની ઈજાને લઈને ચર્ચાની સાથે સાથે વિવાદ પણ ચાલી રહ્યો હતો. જોકે, અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનરે પોતાની ઈજાને લઈને વધારે વાત કરી ન હતી. પોતાની ઈજાને લઈને જે ચર્ચાઓ થઈ હતી તેને લઈને રોહિત પણ મૂંઝવણમાં છે. તેણે પ્રથમ વખત પોતાની ઈજા વિશે વાત કરતા કહ્યું છે કે તે જાણતો હતો કે તેની ઈજા વધારે ગંભીર નથી અને તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયાર થઈ જશે.
I am Gujarat hamstring getting better keeping fingers crossed for australia says rohit sharma
પોતાની ઈજાને લઈને થયેલા વિવાદ અંગે રોહિતે પ્રથમ વખત તોડ્યું મૌન, કહી મહત્વની વાત


મને ખબર નથી કે ઈજાને લઈને આટલી ચર્ચા કેમ થઈ

રોહિત શર્માએ જણાવ્યું હતું કે પ્રામાણિકતાથી કહું તો મને ખબર નથી કે શું ચાલી રહ્યું હતું અને લોકો શું વાતો કરી રહ્યા હતા. પરંતુ હું એક વાત સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે હું સતત બીસીસીઆઈ અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાતચીત કરતો રહેતો હતો. નોંધનીય છે કે ઈજા હોવા છતાં રોહિત શર્માએ આઈપીએલ 2020ની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 50 બોલમાં 68 રનની ઈનિંગ્સ રમી હતી. જેની મદદથી મુંબઈ પાંચમું ટાઈટલ જીતવામાં સફળ રહ્યું હતું.

મારી ઈજા હવે સારી થઈ ગઈ છે

તેણે કહ્યું હતું કે મેં મુંબઈ ઈન્ડિયન્સને કહ્યું હતું કે આ ટી20 હોવાથી તે ફિલ્ડિંગ કરી શકે છે અને પરિસ્થિતિને ઝડપથી સંભાળી શકે છે. એક વખત મેં મારું મન દ્રઢ કરી દીધું ત્યારે મારે ફક્ત મારે જે કરવાનું હતું તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર હતી. હામસ્ટ્રિંગની ઈજા એકદમ સારી થઈ ગઈ છે. મારે લાંબા ફોર્મેટમાં રમવાનું છે તેથી હું કોઈ કસર બાકી રાખવા ઈચ્છતો નથી અને તેથી જ હું નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું.

લોકો શું વાતો કરે છે તેની મને કોઈ પરવાહ નથી

રોહિત શર્માની ઈજાને લઈને ઘણી ચર્ચાઓ અને વાદવિવાદ પણ થયા હતા. પરંતુ ભારતીય ઓપનરે કહ્યું હતું કે, મારા માટે લોકો શું કહે છે તેની મને કોઈ ચિંતા નથી. જ્યારે મને ઈજા થઈ હતી ત્યારે તેના બે દિવસ સુધી મેં તે જ વિચાર્યું હતું કે હું આગામી 10 દિવસ સુધી શું કરી શકું છું, શું હું રમી શકું છું કે નહીં. પરંતુ દરરોજ હામસ્ટ્રિંગની ઈજામાં ફેરફાર થતો રહેતો હતો. તેથી મને થોડો વિશ્વાસ આવી ગયો હતો કે હું રમી શકું છું અને મેં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ત્યારે આ જ વાત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે હું પ્લેઓફ પહેલા સાજો થઈ જઈશ. જો મને દુખાવો હશે તો હું પ્લેઓફમાં રમીશ નહીં.

મુંબઈ ઈન્ડિયન્સ સાથેના સંબંધો રાતોરાત મજબૂત નથી થયા

રોહિત શર્માએ આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ સાથે પોતાના મજબૂત સંબંધો અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, આ સંબંધો રાતોરાત મજબૂત થયા નથી. અમારી પાસે કેઈરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ ચોક્કસથી છે પરંતુ કોઈ વિચારે છે કે શા માટે આ ટીમ સફળ છે? પરંતુ મેં સાંભળ્યું છે કે ઘણા બધા લોકો કહે છે કે રોહિત શર્મા અન્ય ટીમો સાથે આટલી ટ્રોફી જીતી શકે છે? પ્રથમ તો હું કહેવા ઈચ્છું છું કે મારે શા માટે આવું અન્ય ટીમો સાથે કરવાની જરૂર છે? આ ફ્રેન્ચાઈઝી ચોક્કસ દિશામાં આગળ વધવા ઈચ્છે છે અને હું પણ એક કેપ્ટન અને ખેલાડી તરીકે તે જ દિશામાં જવા ઈચ્છું છું. શું આ ટીમ રાતોરાત શ્રેષ્ઠ બની છે? ના, આ ટીમ વધારે ફેરફાર કરવા ઈચ્છતી નથી. 2011ની હરાજીમાં રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓ ઉપલબ્ધ હતા. મુંબઈએ પણ ખેલાડીઓ પસંદ કર્યા અને ટીમ બનાવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો