એપશહેર

ODI World Cup 2023: આ 7 ટીમો થઇ ક્વોલિફાય, દક્ષિણ આફ્રિકા-શ્રીલંકાને લાગ્યો આંચકો

શ્રીલંકા સામેની બીજી ODI મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ મેચ રદ્દ થવાથી અફઘાનિસ્તાન ક્વોલિફાય થઈ ગયું છે તેના માટે સારા સમાચાર આવ્યા છે. તો બીજી તરફ દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ સુપર લીગ દરમિયાન 16 મેચ રમી ચુકી છે અને તેના 59 પોઈન્ટ છે. ટીમ સાઉથ આફ્રિકાએ હજુ 5 થી વધુ મેચ રમવાની છે. જો દક્ષિણ આફ્રિકા અહીંથી 5 મેચ જીતવામાં સફળ રહે છે તો ટીમને સીધી ક્વોલિફાય થવાની તક મળી શકે છે.

Authored byParth Shah | I am Gujarat 28 Nov 2022, 3:38 pm
2023 ODI World Cup: શ્રીલંકા સામેની બીજી વનડે મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી પરંતુ મેચ રદ્દ થવાથી અફઘાનિસ્તાન માટે સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ પણ 2023 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. પરંતુ બીજી તરફ શ્રીલંકા માટે 2023 વર્લ્ડ કપમાં સીધું ક્વોલિફાય કરવું મુશ્કેલ બની રહ્યું છે. હકીકતમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગના પોઈન્ટ ટેબલમાં અફઘાનિસ્તાનની ટીમ 7મા નંબરે છે અને તેના 115 પોઈન્ટ છે. તો બીજી તરફ શ્રીલંકા સામેની બીજી વનડે મેચ રદ્દ થવાને કારણે અફઘાનિસ્તાન ટીમને 5 પોઈન્ટ મળ્યા છે. જેના કારણે ટીમ પોઈન્ટ ટેબલમાં 7માં નંબર પર પહોંચી ગઈ છે અને વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાઈ થઈ ગઈ છે.
I am Gujarat 2023 ODI World Cup
અફઘાનિસ્તાન ક્વોલિફાય


શ્રીલંકાની ટીમને ફટકો
બીજી તરફ શ્રીલંકાની ટીમ પોઈન્ટ ટેબલમાં 10માં નંબર પર છે અને તેના માત્ર 67 પોઈન્ટ છે. જો શ્રીલંકાને વર્લ્ડ કપ માટે સીધું જ ક્વોલિફાય કરવું હોય તો તેણે તેની બાકીની તમામ 4 મેચ જીતવી પડશે. પરંતુ તે પછી પણ અન્ય ટીમોના સમીકરણ જોવા મળશે, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશ,પરંતુ આ સમયે શ્રીલંકા માટે વર્લ્ડ કપ માટે સીધું ક્વોલિફાય કરવું ખુબજ મુશ્કેલ જણાય છે.

અત્યાર સુધીમાં 7 ટીમો ક્વોલિફાય થઈ છે
અત્યાર સુધીમાં કુલ 7 ટીમો 2023 વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થઈ છે. જેમાં ભારત પણ સીધું ક્વોલિફાય થયું છે. બીજી તરફ ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને હવે અફઘાનિસ્તાન એવી ટીમો છે જે ક્વોલિફાય થઈ ગઈ છે.

શ્રીલંકા અને આફ્રિકાની ટીમ વચ્ચે ટક્કર
જે ટીમો અત્યાર સુધી સીધી રીતે ક્વોલિફાય નથી થઈ શકી તેમાં વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ છે. આ ટીમોમાં અપેક્ષા એ છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ સીધી ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરશે. જો.કે તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ સુપર લીગ દરમિયાન દરેકને 24-24 મેચ રમવાની હોય છે. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ સુપર લીગ દરમિયાન 16 મેચ રમી ચુકી છે અને તેના 59 પોઈન્ટ છે. ટીમ સાઉથ આફ્રિકાએ હજુ 5 થી વધુ મેચ રમવાની છે. જો દક્ષિણ આફ્રિકા અહીંથી 5 મેચ જીતવામાં સફળ રહે છે તો ટીમને સીધી ક્વોલિફાય થવાની તક મળી શકે છે.

Read Next Story