એપશહેર

INDvAUS: ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગ્સમાં 294 રને ઓલઆઉટ, ભારતને મળ્યો 328 રનનો ટાર્ગેટ

I am Gujarat 18 Jan 2021, 3:20 pm
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજી ઈનિંગ્સમાં 75.5 ઓવરમાં 294 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. મેજબાન ટીમને પહેલી ઈનિંગ્સમાંથી પણ 33 રનની લીડ મળી હતી. આ સાથે જ ભારતીય ટીમને ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1 મેચ જીતીને બરાબરી પર છે. એવામાં જો ભારતીય ટીમ આ ટાર્ગેટને હાંસેલ કરી લે છે તો ઓસ્ટ્રેલિયાના ગઢમાં તેની સૌથી મોટી હાર ગણાશે. ઓસ્ટ્રેલિયા આ મેદાન પર 1988થી અજેય રહી છે. એવામાં હવે રહાણે એન્ડ ટીમ પર મેચ જીતીને શ્રેણીમાં 2-1થી જીત મેળવવાનું લક્ષ્ય હશે.
I am Gujarat test


ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગ્સમાં સ્ટીવન સ્મિથે 55 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જે બાદ ડેવિડ વોર્નર સૌથી વધુ 48 રન, માર્કસ હેરિસે 38, કેમરોન ગ્રીને, 37, કેપ્ટન ટીમ પેઈને 27 તથા માર્નસ લબુશાનેએ 25 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલિંગ આક્રમણની વાત કરીએ તો મેચમાં મોહમ્મદ સિરાજે 19.5 ઓવરમાં 73 રન આપીને 5 વિકેટો ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે 19 ઓવરમાં 61 રન આપીને 4 વિકેટો લીધી હતી. વોશિંગ્ટન સુંદરને પણ 1 વિકેટ મળી હતી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની રમતના અંત સુધીમાં વિકેટ ગુમાવ્યા વિના 4 રન બનાવ્યા હતા.

4 ટેસ્ટની સીરિઝમાં હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. જો ભારત આ મેચ જીતી લે છે અથવા ડ્રો કરે છે તો પણ ગાવસ્કર-બોર્ડર ટ્રોફી પર તેનો કબજો રહેશે. પરંતુ જો ભારત અહીં મેચ હારી જાય છે તો તેના હાથમાંથી મેચની સાથે ટ્રોફી પણ જતી રહેશે. એવામાં પાંચમા દિવસે ભારતીય બેટ્સમેનો કેવું પ્રદર્શન કરે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.

Read Next Story