એપશહેર

IND vs AUS LIVE: તોફાની ફિફ્ટી ફટકારીને આઉટ થયો સૂર્યકુમાર, ભારત મજબૂત સ્થિતિમાં

ભારત વિશ્વની નંબર વન T20 ટીમ છે અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે પણ કહ્યું કે, ટોસ જીત્યા હોત તો તે પહેલા બોલિંગ કરવાના હતા. ઉલ્લેખનીય છે કે, શ્રેણીની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે અને બીજી મેચ ભારતે 6 વિકેટે જીતી હતી. જો કે, આજની મેચ જીતનારી ટીમ સિરીઝ પર કબજો જમાવી લેશે.

Authored byદીપક ભાટી | I am Gujarat 25 Sep 2022, 10:23 pm
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 મેચ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાએ 20.0 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારત હાલ 151/3 પર છે અને લાગે છે કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતી શકે છે. શરૂઆતમાં બે વિકટ પડ્યા બાદ કોહલી અને સૂર્યાકુમાર યાદવે મોરચો સંભાળ્યો હતો. સૂર્યાએ 69 રનની તાબડતોડ ઈનિંગ રમી જ્યારે કોહલી 50 રન બનાવીને હાર્દિક પંડ્યા સાથે ક્રિજ પર છે.
I am Gujarat SuryaKumar Yadav


ઉલ્લેખનીય છે કે, ટોસનો સિક્કો ભારતીય કેપ્ટન રોહિત શર્માના પક્ષમાં પડ્યો. તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ધમાકેદાર શરૂઆત કરતા 14ની રનરેટથી રન બનાવ્યા હતા. જો કે, બાદમાં સ્પિનર્સનો જાદુ ચાલ્યો. અક્ષર પટેલે 14મી ઓવરમાં બે વિકેટ ઝડપી લેતા ઓસ્ટ્રેલિયાની 117 પર 6 વિકેટ પડી છે.

ભારત વિશ્વની નંબર વન T20 ટીમ છે અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે પણ કહ્યું કે, ટોસ જીત્યા હોત તો તે પહેલા બોલિંગ કરવાના હતા. ઉલ્લેખનીય છે કે, શ્રેણીની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે અને બીજી મેચ ભારતે 6 વિકેટે જીતી હતી. જો કે, આજની મેચ જીતનારી ટીમ સિરીઝ પર કબજો જમાવી લેશે.

ઓસ્ટ્રેલિયા ટીમમાં કર્યો ફેરફાર
ઓસ્ટ્રેલિયાએ સીન એબોટને પડતો મૂક્યો છે. ટીમમાં તેના સ્થાને જોસ ઈંગ્લિસ આવ્યો છે. પ્લેઈંગ ઈલેવન: એરોન ફિન્ચ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, જોશ ઈંગ્લિસ, મેથ્યુ વેડ (વિકેટકીપર), ડેનિયલ સેમ્સ, પેટ કમિન્સ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

ભારતીય ટીમમાં એક ફેરફારભારતની પ્લેઈંગ ઈલેવનમાં ભુવનેશ્વર કુમારના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story